Connect Gujarat
ભરૂચ

ભરૂચ : બળેલી ખો વિસ્તારમાં પેટ્રોલ "ચોર" ટોળકી સક્રિય, સ્થાનિકોમાં રોષ...

X

ભરૂચ શહેરના સાધના સ્કૂલ નજીક આવેલા બળેલી ખો વિસ્તારમાં પેટ્રોલ ચોરીની ઘટના સામે આવી છે. એકસાથે 10 થી 15 જેટલા વાહનોમાંથી પેટ્રોલ ચોરાતા સ્થાનિકોમાં રોષ જોવાં મળ્યો છે

દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે, ત્યારે ભરૂચ શહેરના સાધના સ્કૂલ નજીક આવેલા બળેલી ખો વિસ્તારમાં પેટ્રોલ ચોર ટોળકી દ્વારા ગત રાત્રી દરમિયાન 10 થી 15 દ્રિચક્રી વાહનીની પેટ્રોલ ટાંકીમાંથી પેટ્રોલની ચોરી કરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું કે પહેલા પણ ગાડીઓમાંથી પેટ્રોલ ચોરી થવાની ઘટનાઓ અમારા વિસ્તારમાં બનતી આવી છે,પરંતુ ગતરોજ એક સાથે 15 ગાડીઓનું પેટ્રોલ ચોરાતાં સ્થાનિકો માં આક્રોશ જોવા મળી રહ્યો છે.

બળેલી ખો વિસ્તારમાં થતી પેટ્રોલ ચોરીની ઘટનાઓ થતા સવારે કામ અર્થે અને નોકરી પર જતાં સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો.આ ઘટના અંગે વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારી આ પેટ્રોલ ચોર ટોળકીને વહેલી તકે ઝબ્બે કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી.

Next Story