Connect Gujarat
ભરૂચ

ભરુચ : નર્મદા નદીના પૂરના પાણી ઓસરતા લોકોને રાહત, વેપારીઓની હાલત કફોડી....

નર્મદા નદીના ભયાનક પુરના કારણે અનેક વિસ્તારોમાં અને સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. જે પાણી હાલ શહેરમાંથી ઓસરવા લાગ્યા છે

X

ભરુચ નર્મદામાં આવેલ ભારે પુરના કારણે શહેરમાં ભરાયેલા પાણી હાલ ઓસરી જતાં લોકોએ રાહત અનુભવી હતી. તો બીજી તરફ વેપારીઓનો દુકાનનો સામાન પલળી જતાં લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે. ભરુચમાં ગોલ્ડન બ્રિજ પર 53 વર્ષનો રેકોર્ડ તોડી નર્મદાનું નીર 41. 85 ફૂટ સુધી પહોચ્યું હતું. નર્મદામાં આવેલા ભયાનક પુરના કારણે અનેક વિસ્તારોમાં અને સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. જે પાણી હાલ શહેરમાંથી ઓસરવા લાગ્યા છે. પુરના પાણી ઓસરતા લોકોને ઘણી રાહત મળી છે.

સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો મકાનના પહેલા માળે રહેવા મજબૂર બન્યા હતા. ત્યારે હાલ પાણી ઓસરી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દુકાનોમાં પાણી ભરાઈ જતાં વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે તેમની દુકાનનો બધો જ સામાન પાણીમાં ઘરકાવ થઈ જતાં લાખોનું નુકશાન થયું છે. ત્યારે વેપારીઓ તંત્ર પર રોષ ઠાલવતાં જણાવી રહ્યા છે કે પ્રસાસણ દ્વારા યોગ્ય પૂરની જાણકારી આપવામાં આવી નહોતી. ત્યારે હવે લોકો સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે.

Next Story