ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મહુવાડા ગામેથી ભરૂચ LCB પોલીસે રૂપિયા 1.48 લાખના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે, જ્યારે એક ઇસમ વોન્ટેડ જાહેર કર્યો છે.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન બાતમીના આધારે ઝઘડીયા તાલુકાના મહુવાડા ગામે નવા ફળીયામાં આવેલ રહેણાંક મકાનમાં તથા આસપાસના મકાનોમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ ઇસમના ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલો અને બીયર નંગ- 1236 કુલ જેની કિંમત રૂપિયા 1.48 લાખના જથ્થા સાથે LCB પોલીસે નગીન વસાવાને ઝડપી પાડી અન્ય એક ઇસમ રાજેશ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો, જ્યારે ઝડપાયેલા આરોપી વિરૂધ્ધ પ્રોહીબિશનની એક્ટની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .