ભરૂચ: નર્મદા ચોકડી વિસ્તારમાં એન્ટ્રી માટે ટેમ્પો ચાલક પાસે 50 રૂપિયાની લાંચ માંગનાર ટ્રાફિક પોલીસનો કોન્સ્ટેબલ ઝડપાયો

ટેમ્પો ચાલક પાસે લાંચ લેતા ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ નિતીન વસાવાને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો

New Update

ભરુચ નેશનલ હાઇવે પર આવેલ નર્મદા ચોકડી વિસ્તારમાં એન્ટ્રી માટે ટેમ્પો ચાલક પાસે માંગી 50 રૂપિયાની લાંચ લેતા ટ્રાફિક પોલીસના પોલીસ કોન્સ્ટેબલ ભરૂચ એ.સી.બીની ટીમે ઝડપી પાડ્યો હતો. ભરૂચ નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ નર્મદા ટોલ નાકા પહેલા અને ટોલ નાકા પછીના પોલીસ પોઈન્ટ પર પોલીસ જવાનો અને ટી.આર.બી.ના જવાનો વાહન ચાલકો પાસેથી એન્ટ્રી માટે લાંચ માગે છે જેવી જાગૃત નાગરિકની ફરિયાદ દ્વારા ભરુચ એસીબી શાખામાં ફરિયાદ કરવામાં આવી હતી જે ફરિયાદને પગલે એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી.વસાવાએ ભરુચ નેશનલ હાઇવે પર આવેલ નર્મદા ચોકડી વિસ્તારમાં છટકું ગોઠવ્યું હતું તે દરમિયાન ભરૂચ ખાતે હાઇવે રોડ ઉપર આવેલ ટોલ નાકા પહેલાં ટેમ્પો ચાલક પાસે એન્ટ્રી કરાવવા માટે રૂપિયા 50ની લાંચની માંગણી કરી હતી તે દરમિયાન ટેમ્પો ચાલક પાસે લાંચ લેતા ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ નિતીન વસાવાને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને તેના વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

#Bharuch #Connect Gujarat #corruption #Bharuch Police #ACB #Bharuch News #police constable #traffic police #Anti Corruption Bearu #Narmada Chokdi
Latest Stories