ભરૂચ તાલુકાના થામ ગામમાં વહેલી સવારે વાહન ચોરો ત્રાટકી 2 બાઈકની ચોરી કરી હતી, ત્યારે તસ્કરોની કરતૂત નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. ભરૂચ જીલ્લામાં ઉપરા છાપરી વાહન ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે અંકલેશ્વરમાં કાર ચોરી બાદ વહેલી સવારે ભરૂચ તાલુકાના થામ ગામમાં વાહન ચોરો ત્રાટક્યા હતા. વાહન ચોરોએ ગામના પૂર્વ સરપંચ અઝીઝ બંગલાવાલા તેમજ ઐયુબ બંગલાવાલાની 2 બાઈકોની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બાઈક ચોરીની ઘટના ઘર બહાર લગાવેલ CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં 2 તસ્કરો બિન્દાસ્ત બાઈક ચોરીની ઘટનાને અંજામ આપતા નજરે પડે છે, ત્યારે હાલ તો બાઈક ચોરી અંગે તાલુકા પોલીસ દ્વારા ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ભરૂચ : થામ ગામે તસ્કરોએ ત્રાટકી 2 બાઈકની કરી ઉઠાંતરી, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ...
બાઈક ચોરીની ઘટના ઘર બહાર લગાવેલ CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં 2 તસ્કરો બિન્દાસ્ત બાઈક ચોરીની ઘટનાને અંજામ આપતા નજરે પડે છે
New Update