Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝઘડિયા GIDCમાં ચોરીની બે અલગ અલગ ઘટના,રૂ. 57 હજારથી વધુના માલમત્તાની ચોરી

ઝઘડિયા પોલીસે તપાસ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલ મનાતા ત્રણ ઇસમોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ભરૂચ: ઝઘડિયા GIDCમાં ચોરીની બે અલગ અલગ ઘટના,રૂ. 57 હજારથી વધુના માલમત્તાની ચોરી
X

ઝઘડીયા જીઆઇડીસીની હિન્દુસ્તાન સ્પેશિયાલિટી કેમિકલ્સ નામની કંપનીમાંથી યુઝ થયેલા એસ.એસ.ના ૩ નંગ વાલ્વની ચોરી થવા પામી હતી. આ અંગે ઉ કંપનીમાં નોકરી કરતા જગદીશ શ્રી ગોપીસીંગ સીંગ હાલ રહે.કાપોદરા તા.અંકલેશ્વર અને મુળ રહે. હરિયાણાનાએ ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ આજરોજ તા.૨૪ મીના રોજ જાણ થઇ હતી કે કંપનીમાં ખુલ્લા વર્કશોપમાં મુકેલા વપરાશ થયેલા એસ.એસ.ના ત્રણ નંગ વાલ્વ જ્યાં મુકેલા હતા તે તેની જગ્યાએ જણાયા ન હતા. આ અંગે તપાસ કરતા રુ.૪૫૦૦૦ ની કિંમતના યુઝ થયેલા ત્રણ નંગ વાલ્વ કોઇ ચોરી ગયું હોવાની ખાતરી થઇ હતી.

ચોરીની બીજી ઘટનામાં ઝઘડિયા જીઆઇડીસીની આરતી થ્રી એમ પ્રોજેક્ટ નામની કંપનીમાં હાલ કોન્ટ્રાક્ટથી કામ કરતા કોન્ટ્રાક્ટરના સુપરાઇઝર હરિવદન ઉર્ફે પિન્ટુ પ્રજાપતિએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે કંપનીમાં ચાલતા કામમાં પ્લાસ્ટર ચણતરના કામમાં ઉપયોગમાં લેવાતી લોખંડની જાળી નંગ ૧૬ જેની કુલ કિંમત રુ.૧૨૮૦૦ જેટલી થાય છે, તેની ગઇકાલે રાત્રી દરમિયાન ચોરી થવા પામી હતી. ઝઘડિયા જીઆઇડીસીની ઉપરોક્ત ચોરીની બન્ને ઘટનાઓ સંદર્ભે ઝઘડિયા પોલીસે તપાસ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલ મનાતા ત્રણ ઇસમોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

Next Story