Connect Gujarat
બિઝનેસ

અમદાવાદ: નવતર પ્રયોગો રંગ લાવ્યા, રેલવે ડિવિઝનને રૂ. 9 કરોડથી વધુની આવક

અમદાવાદ મંડળ રેલ પ્રબંધક તરુણ જૈનના દૂરદર્શી નેતૃત્વ, સક્ષમ માર્ગદર્શન અને ઉર્જાથી ભરપુર પ્રેરણાના ફળ સ્વરૂપે આ મોટી સિદ્ધિ શક્ય બની છે

અમદાવાદ: નવતર પ્રયોગો રંગ લાવ્યા, રેલવે ડિવિઝનને રૂ. 9 કરોડથી વધુની આવક
X

અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા શરૂ કરાયેલા વિવિધ નવતર પ્રયાસોના સકારાત્મક પરિણામો દેખાવા લાગ્યા છે. અમદાવાદ રેલવે ડિવિઝનના ચાલુ નાણાકીય વર્ષમાં માત્ર ઓક્ટોબર 2021 મહિનામાં માલ પરિવહન માં રૂ.09 કરોડથી વધુની આવક કરી છે.

અમદાવાદ મંડળ રેલ પ્રબંધક તરુણ જૈનના દૂરદર્શી નેતૃત્વ, સક્ષમ માર્ગદર્શન અને ઉર્જાથી ભરપુર પ્રેરણાના ફળ સ્વરૂપે આ મોટી સિદ્ધિ શક્ય બની છે. નવા ઉત્પાદનો અને નવા બજારો માટે મંડળ દ્વારા લેવામાં આવેલા અસરકારક પગલા માલ પરિવહન માં નોંધપાત્ર વધારો કર્યો છે.અમદાવાદ રેલવે ડિવિઝનના રેલ પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ ડિવિઝનમાંથી ઓક્ટોબર 2021ના મહિના દરમિયાન પાલનપુરથી હિંદ ટર્મિનલ (દિલ્હી) માટે 14 આરએમટી રેકો સાથે, કુલ 95.27 લિટર દૂધનું પરિવહન થયું, 02 એનએસજી રેકો માં 450 ટન દૂધની બનાવટો અમદાવાદ ડિવિઝનના લીંચથી રંગાપાણી મોકલવામાં આવ્યું, બે બીપી રોકો ના માધ્યમથી 1136 ટન દૂધની બનાવટો કટક મોકલવામાં આવી તથા 2 વીપી રેકોના માધ્યમથી 1200 ટન કોટન યાર્ન બેના પોલ બાંગ્લાદેશ ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે, ઓકટોબર મહિનામાં દિવાળી માટે પણ સૌથી વધારે બુકિંગ થયેલા હતા જેને લઇને અમદાવાદ રેલવે ડિવિઝનને ફાયદો થયો છે. વર્ષ 2020માં અમદાવાદ રેલવે ડિવિઝનને આટલો ફાયદો નહોતો મળ્યો પરંતુ હવે બેક ટુ નોર્મલ સાથે અમદાવાદ રેલવે ડિવિઝનના ફાયદો થઈ રહ્યો છે

Next Story