સોનું આજે ફરી થયું મોંઘુ તો ચાંદી થયુ સસ્તું, વાંચો આજના ભાવ

આજે અઠવાડિયાના અંતમાં કારોબારી દિવસે સોનું મોંઘુ થયુ હતુ. ત્યારે ચાંદીના રેટમાં આજે ઘટાડો આવ્યો છે.

New Update

આજે અઠવાડિયાના અંતમાં કારોબારી દિવસે સોનું મોંઘુ થયુ હતુ. ત્યારે ચાંદીના રેટમાં આજે ઘટાડો આવ્યો છે. ચાંદીમાં આજે 0.38 ટકાનો ઘટાડો આવ્યો છે. આની સાથે ગોલ્ડ આજે 0.02 ટકાની સામાન્ય તેજીની સાથે કારોબાર કરી રહ્યા છે.મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે ફેબ્રુઆરી ડિલીવરી વાળા સોનાના ભાવ 0.02 ટકાનો સામાન્ય તેજી સાથે 48, 327 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. ઉલ્લેખનીય છે કે ગત કારોબારી સત્ર દરમિયાન 48, 327 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા હતા.ત્યારે આજના કારોબારમાં ચાંદીમાં 0.38 ટકાનો ઘટાડો આવ્યો છે. આ સાથે 1 કિલો ચાંદીના ભાવ 65, 130 રુપિયા પર પહોંચી ગયા છે.

Read the Next Article

આ IPOનો GMP ખુલતાની સાથે જ ઉછળ્યો, દરેક શેર પર રૂ. 36 નો નફો

શેરબજારમાં નબળા ટ્રેડિંગ વચ્ચે આજથી એક નવો IPO સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. ખાસ વાત એ છે કે ગ્રે માર્કેટમાં આ કંપનીના શેરના GMPમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.

New Update
aaa

શેરબજારમાં નબળા ટ્રેડિંગ વચ્ચે આજથી એક નવો IPO સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. ખાસ વાત એ છે કે ગ્રે માર્કેટમાં આ કંપનીના શેરના GMPમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. મોનોલિથિસ્ક ઇન્ડિયાનો પબ્લિક ઇશ્યૂ 12 જૂનથી 16 જૂન સુધી ખુલ્લો રહેશે. આ IPO દ્વારા, કંપની રૂ. 82.02 કરોડ એકત્ર કરવા માંગે છે.

આ પબ્લિક ઇશ્યૂ હેઠળ, કંપની 57.36 લાખ નવા ઇક્વિટી શેર જારી કરશે. તેમાં OFS ઘટક નથી. ચાલો તમને જણાવીએ કે આ IPOનો પ્રાઇસ બેન્ડ, લોટ સાઈઝ અને ન્યૂનતમ રોકાણ શું હશે.

પ્રાઇસ બેન્ડ અને લોટ સાઈઝ

મોનોલિથિસ્ક ઇન્ડિયાએ IPO માટે પ્રતિ શેર રૂ. 135-143 ની પ્રાઇસ બેન્ડ રાખી છે. કંપનીના શેર NSE SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે. એક લોટમાં ઓછામાં ઓછા 1000 શેર હશે. રોકાણકારો ઓછામાં ઓછા 1,000 ઇક્વિટી શેર માટે બોલી લગાવી શકે છે.

રિટેલ રોકાણકારોએ મોનોલિથિસ્ક ઇન્ડિયાના IPOનો એક લોટ ખરીદવા માટે રૂ. 1,43,000 (ઉચ્ચ કિંમત બેન્ડ પર) રોકાણ કરવા પડશે.

GMP શું છે

આજે IPO ખુલ્યા પછી, મોનોલિથિસ્ક ઇન્ડિયાના શેરને ગ્રે માર્કેટમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કંપનીના દરેક શેરનો ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) રૂ. 36 છે. આનો અર્થ એ છે કે પ્રતિ શેર રૂ. 36 નો નફો થઈ શકે છે. આવી સ્થિતિમાં, IPO ના લિસ્ટિંગ પર 25 ટકાથી વધુ વળતર મળવાની શક્યતા છે.

(Disclaimer : IPO વિશે અહીં આપેલી માહિતી રોકાણનો અભિપ્રાય નથી. કારણ કે, શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે, કૃપા કરીને રોકાણ કરતા પહેલા પ્રમાણિત રોકાણ સલાહકારની સલાહ લો.)

Latest Stories