Connect Gujarat
બિઝનેસ

સોનું થયું મોંઘું, ભાવ એક વર્ષની ટોચે પહોંચ્યો, જાણો નવા ભાવ

રશિયા દ્વારા પૂર્વ યુક્રેનમાં રશિયા સમર્થિત અલગતાવાદી વિસ્તારો ડોનેત્સ્ક અને લુહાન્સ્કને અલગ દેશ બનાવવાના આદેશ બાદ યુક્રેનની કટોકટી વધી જતાં ભારતીય બજારોમાં આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે.

સોનું થયું મોંઘું, ભાવ એક વર્ષની ટોચે પહોંચ્યો, જાણો નવા ભાવ
X

રશિયા દ્વારા પૂર્વ યુક્રેનમાં રશિયા સમર્થિત અલગતાવાદી વિસ્તારો ડોનેત્સ્ક અને લુહાન્સ્કને અલગ દેશ બનાવવાના આદેશ બાદ યુક્રેનની કટોકટી વધી જતાં ભારતીય બજારોમાં આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે.

મંગળવારે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર એપ્રિલ વાયદાના સોનાના ભાવમાં 0.82 ટકાનો વધારો થયો હતો. તે જ સમયે, માર્ચ વાયદા ચાંદીના ભાવમાં 1.22 ટકાનો વધારો નોંધાયો હતો. વધતા ભૌગોલિક રાજકીય તણાવ, સેફ-હેવન મેટલની વધતી માંગ સાથે, મંગળવારે વૈશ્વિક બજારમાં સોનાની કિંમત 9 મહિનાની ટોચે પહોંચી હતી. વૈશ્વિક બજારમાં હાજર સોનાનો ભાવ 0.2 ટકા વધીને $1,909.54 પ્રતિ ઔંસ થયો હતો. આ પહેલા સોનું 1 જૂન પછી સૌથી ઉંચી સપાટી પર છે.

1 જૂને સોનાનો ભાવ ઔંસ દીઠ $1,913.89 હતો. યુએસ ગોલ્ડ વાયદો 0.7 ટકા વધીને $1,913.60 થયો હતો. મંગળવારે, એમસીએક્સ પર એપ્રિલ ફ્યુચર સોનું રૂ. 409 અથવા 0.82 ટકા વધીને રૂ. 50,487 પ્રતિ 10 ગ્રામ થયું હતું. બીજી તરફ, માર્ચ વાયદામાં ચાંદીના ભાવ રૂ. 766 અથવા 1.22 ટકા વધી રૂ. 64,367 પ્રતિ કિલો થયા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદીના ભાવ 0.9 ટકા વધીને 24 ડોલર પ્રતિ ઔંસ થયા છે. જ્યારે પ્લેટિનમ 0.9 ટકા વધીને 1,083.68 ડોલર અને પેલેડિયમ 0.8 ટકા વધીને 2,406.24 ડોલર થયું હતું.

Next Story