Connect Gujarat
બિઝનેસ

શેર માર્કેટ ફરી થયું કડડભૂસ, સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો...

શુક્રવારે યુક્રેનના ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં આગ લાગવાના સમાચાર બાદ એશિયન ઈક્વિટી માર્કેટમાં ભારે નુકશાન જોવા મળ્યું હતું

શેર માર્કેટ ફરી થયું કડડભૂસ, સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો...
X

રશિયા-યુક્રેન યુદ્ધની અસર વિશ્વ અર્થવ્યવસ્થા પર પણ પડી છે, અને શેરબજારોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.શુક્રવારે યુક્રેનના ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં આગ લાગવાના સમાચાર બાદ એશિયન ઈક્વિટી માર્કેટમાં ભારે નુકશાન જોવા મળ્યું હતું, જ્યારે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થયો છે. આ સિવાય ભારતીય ઇક્વિટી ઈન્ડેક્સમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

30 શેરોવાળા BSE સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 851.99 પોઈન્ટના ઘટાડા સાથે 54,250.69 ના સ્તર પર રહ્યો હતો. એ જ રીતે, NSE નિફ્ટી 185.60 પોઈન્ટ ઘટીને 16,312.45 એ પહોંચ્યો હતો.સેન્સેક્સમાં શરૂઆતના કારોબારમાં એશિયન પેઈન્ટ્સ, મારુતિ સુઝુકી ઈન્ડિયા, એક્સિસ બેન્ક, વિપ્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર પણ લાલ નિશાનમાં હતા કે, જેમાં 4.51 ટકા સુધીનો ઘટાડો આવ્યો. અગાઉના સત્રમાં 30 શેર ધરાવતો સેન્સેક્સ 366.22 પોઈન્ટ અથવા 0.66 ટકાના ઘટાડા સાથે 55,102.68 પર બંધ થયો હતો. એ જ રીતે, NSE નિફ્ટી 107.90 પોઈન્ટ અથવા 0.65 ટકા ઘટીને 16,498.05 પર બંધ થયો હતો. એવામાં વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ફ્યુચર્સ 1.53 ટકા વધીને $112.16 પ્રતિ બેરલ થયું હતું. શેરબજારના કામચલાઉ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે રૂ. 6,644.65 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

Next Story