Connect Gujarat
ધર્મ દર્શન 

ગણપતિજીની વિદાય પહેલા ઘરમાં લાવો આ 4 માંથી 1 વસ્તુ, મળશે અપાર ફળ.....

ગણેશ ઉત્સવની ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ગણેશજીની મુર્તિને અનંત ચતુર્દશીના દિવસે વિસર્જિત કરવામાં આવે છે.

ગણપતિજીની વિદાય પહેલા ઘરમાં લાવો આ 4 માંથી 1 વસ્તુ, મળશે અપાર ફળ.....
X

હાલ ઠેર ઠેર ગણેશ ઉત્સવની ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ગણેશજીની મુર્તિને અનંત ચતુર્દશીના દિવસે વિસર્જિત કરવામાં આવે છે. ત્યારે વિઘ્નહર્તાની કૃપા હંમેશા તમારા પર બનાવી રાખવા માટે આ 5 ચીજોને ગણપતિજીના વિસર્જન પહેલા લઈને ઘરમાં રાખો જેથી શ્રીજીના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે. અને તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ માટે જળવાઈ રહેશે.

ઘરે લાવો આવા ગણેશજીની પ્રતિમા

ગણેશ ઉત્સવ દરમિયાન કોઈ પણ દિવસે તમે ઘરમાં એવી ગણપતિજીની મુર્તિ લઈ આવો જેમાં ગણપતિજી નાચતા જોવા મળતા હોય અને સાથે સાથે આ પ્રતિમાને ઘરના મેન ગેસ પાસે ઉત્તર દિશામાં રાખો. કહેવાય છે કે ગણેશજીની નાચતી પ્રતિમા ઘરમાં રાખવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે અને નેગેટિવ એનર્જી કાયમ માટે દૂર થાય છે. આ પ્રતિમાને વિસર્જિત ના કરો અને કાયમ માટે ઘરમાં રાખો.

શંખ

એવું માનવામાં આવે છે કે શંખમાં લક્ષ્મીનીનો વાસ હોય છે. વિસર્જન પહેલા સંખને ઘરે લાવિને રોજ આરતી બાદ તેને વગાડવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી રહે છે. અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે.

વાંસળી

ઘરમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ જાળવવા માટે વાંસળીને ઘરના મંદિરમાં રાખવું ખૂબ જ શુભ ગણાઈ છે. વાંસળી ક્રુષ્ણની પ્રિય છે, તમે ઈચ્છો તો ચાંદીની વાંસળી પર ઘરમાં રાખી શકો છો. તેને ઘરમાં રાખવાથી બીમારીઓ ઘરથી દૂર રહે છે.

કુબેર દેવતાની પ્રતિમા

ધનના દેવતા ભગવાન કુબેરની તસવીર કે મુર્તિ ગહરમાં પ્રસ્થાપિત કરવાથી ધન ધાન્યની ખામી રહેતી નથી. ગણેશજી અને લક્ષમીજી બંનેના આશીર્વાદ મળે છે. સાથે જ ઘરમાં દરિદ્રતા દૂર થાય છે.

Next Story