Connect Gujarat
શિક્ષણ

NCERTનો મોટો નિર્ણય, ધો.12ના અભ્યાસક્રમમાંથી ગુજરાતના રમખાણો સંબંધિત વિષય હટાવાયો

રાજ્યમાં ધોરણ 12 ના અભ્યાસક્રમમાં માંથી NCERT ગુજરાતના રમખાણો સાથે જોડાયેલા વિષયને દૂર કર્યો છે.

NCERTનો મોટો નિર્ણય, ધો.12ના અભ્યાસક્રમમાંથી ગુજરાતના રમખાણો સંબંધિત વિષય હટાવાયો
X

રાજ્યમાં ધોરણ 12 ના અભ્યાસક્રમમાં માંથી NCERT ગુજરાતના રમખાણો સાથે જોડાયેલા વિષયને દૂર કર્યો છે. સાથે નક્સલવાદી ચળવળ નો ઈતિહાસ અને ઈમરજન્સી દરમિયાનના વિવાદને પણ પુસ્તકમાંથી હટાવી દેવાયો છે.

મળતી માહિતી અનુસાર, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં NCERT ધોરણ 12ના અભ્યાસક્રમમાંથી ગુજરાતના રમખાણો સાથે જોડાયેલ પાઠ્યસામગ્રી ને હટાવી દેવાઈ છે. અત્યાર સુધી આ પાઠ્ય સામગ્રી ધોરણ 12માં પોલિટિકલ સાયન્સ વિષયના પુસ્તકમાં પેજ 187થી 189 પર હતી. તેને લઈને ગુરુવારના રોજ NCERT દ્વારા એક નોંધ જાહેર કરવામાં આવી છે. વાસ્તવમાં NCERT કોરોના મહામારીને ધ્યાને રાખતા પાઠ્યપુસ્તક યુક્તિકરણ યોજના અંતર્ગત ધોરણ 12 માં ના અભ્યાસક્રમમાં સંશોધન કરતી વેળાએ આ નિર્ણય લેવાયો છે. ગુજરાતના રમખાણોની સાથે-સાથે નક્સલવાદી ચળવળ નો ઇતિહાસ અને ઈમરજન્સી દરમિયાનના વિવાદને પણ પુસ્તકમાંથી હટાવી દેવાયો છે NCERT એ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી પાઠ્યપુસ્તક તર્કસંગત યોજના અંતર્ગત ધો. 12ના અભ્યાસક્રમમાં સુધારો કરીને આ નિર્ણય લીધો છે. આ સંદર્ભે ગુરુવારના રોજ NCERT દ્વારા એક નોંધ જાહેર કરવામાં આવી છે. જે મુજબ આ વર્ષની શરૂઆતમાં બહાર પાડવામાં આવેલ CBSE ના 2022-23 શૈક્ષણિક અભ્યાસક્રમ હેઠળ પહેલેથી જ દૂર કરવામાં આવેલી સામગ્રી પણ અભ્યાસક્રમની બહાર રહેશે.

Next Story
Share it