PSIની પ્રીલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર, 96 હજારમાંથી 4311 ઉમેદવારો પાસ

6 માર્ચના રોજ યોજાયેલી પ્રીલિમિનરી પરીક્ષામાં અંદાજે 96 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

New Update

રાજ્યમાં હાલ ચાલી રહેલી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની પ્રીલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. 6 માર્ચના રોજ યોજાયેલી પ્રીલિમિનરી પરીક્ષામાં અંદાજે 96 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. PSIની પરીક્ષા આપનારા ઉમેદવારોમાંથી પાસ 4311 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

PSIમાં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી હતી, જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે 98 જગ્યા બહાર પાડવામાં આવી હતી. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1382 જગ્યાની જાહેરાત કરવામાં આવી હતી અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતા ...

Read the Next Article

વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું કારણ ચિંતાજનક,સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓ માટે કડક ગાઈડલાઈન જાહેર કરી

આત્મહત્યાના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે મહત્વના નિર્દેશો આપ્યા હતા. કોર્ટે નેશનલ ગાઈડલાઈન્સ જાહેર કરી છે

New Update
supreme-court-

દરેક સ્તરે સ્પર્ધાના જમાનામાં શાળા અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ સતત વધી રહ્યો છેહતાશાને કારણે વિદ્યાર્થીઓની આત્મહત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શુક્રવારે આત્મહત્યાના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે મહત્વના નિર્દેશો આપ્યા હતા. કોર્ટે નેશનલ ગાઈડલાઈન્સ જાહેર કરી છેજેનું શૈક્ષણિક સંસ્થાઓએ ફરજીયાત પણે પાલન કરવાનું રહેશે. કોર્ટે વિદ્યાર્થીઓની આત્મહત્યાને અવગણી ન શકાય એવી તંત્રની નિષ્ફળતા ગણાવી હતી.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો શાળાઓકોલેજોયુનિવર્સિટીઓપ્રાઇવેટ કોચિંગ સેન્ટરોટ્રેનિંગ એકેડમીઓ અને હોસ્ટેલ્સ પર લાગુ થશે. આ અંગે સત્તાવાર કાયદો ઘડવામાં ન આવે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે આપેલી ગાઈડલાઈન્સ દેશના કાયદા તરીકે લાગુ રહેશે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા મુજબવર્ષ2022માં ભારતમાં કુલ1,70,924આત્મહત્યા નોંધાઈ હતીજેમાં13,044એટલે કે7.6%વિદ્યાર્થીઓ હતા. જેમાંથી2,200થી વધુ વિદ્યાર્થીઓની આત્મહત્યા માટે પરીક્ષામાં નિષ્ફળતાના કારણો જવાબદાર હતા. આ આંકડાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટેની બેન્ચે કહ્યું કે ભારતના યુવાનોમાં વધી રહેલી હતાશા દેશના એજ્યુકેશનલ ઇકોસિસ્ટમમાં ગંભીરમાળખાકીય ખામીને ઉજાગર કરે છે.