અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથે ઉજવ્યો વેલેન્ટાઈન ડે, આવો જોઈએ શું કરી પોસ્ટ

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલમાંથી એક છે. તેમના સંબંધોના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા હતા,

New Update

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલમાંથી એક છે. તેમના સંબંધોના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા હતા, પરંતુ પછી અર્જુને પોતે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મલાઈકા સાથેના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા. બંને હવે ખુલ્લેઆમ સાથે ડેટ અને વેકેશન પર જાય છે તેમજ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે રોમેન્ટિક ફોટો શેર કરે છે. આજ રોજ મલાઇકે અર્જુન સાથેના રેલેશનને ખુલ્લેયામ લોકો સમક્ષ રજૂ કર્યું હતું અને એકબીજાને પ્રેમથી ભેટીને ફોટો શેર કરીને માઇન લખ્યું હતું . જેથી લોકોમાં તેઓના રીલેશનને લઈને ઉત્સુકતા વધી ગઈ છે .

Advertisment

અર્જુને મલાઈકા અને તેની સાથે વેલેન્ટાઈન ડે સેલિબ્રેશન વિશે વાત કરી છે. જ્યારે અર્જુનને મલાઈકા વિશે કંઈક કહેવાનું કહેવામાં આવ્યું તો તેણે કહ્યું, 'મલાઈકાને એક લાઈનમાં કેવી રીતે કહેવું, તે ઘણું મુશ્કેલ છે. મને લાગે છે કે એક લાઇનમાં મલાઇકા વિષે બોલવું ઓછું છે. એક વ્યક્તિ તરીકે મલાઈકાએ મને ઘણો બદલ્યો છે. મલાઈકાએ મને શીખવ્યું છે કે નબળા સમયમાં પણ મારી જાતને કેવી રીતે મજબૂત બનાવી શકાય. તે હંમેશા મને એવો અહેસાસ કરાવે છે કે હું કંઈ પણ કરી શકું છું. જો હું મલાઈકા સાથેના મારા સંબંધોને વ્યાખ્યાયિત કરું તો અમે મિત્રો જેવા છીએ. અમે કોઈપણ વસ્તુ વિશે વાત કરીએ છીએ અને તે જ સમયે એકબીજાની વસ્તુઓ સમજીએ છીએ જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને લાગે છે કે દરેક સંબંધ ત્યારે જ કામ કરે છે જ્યારે બંને ભાગીદારો વચ્ચે મિત્રતા હોય.

Advertisment