બોલિવૂડના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તીના સ્વાસ્થ્યને લઈને એક મોટું અપડેટ આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, અભિનેતાને હાલમાં જ બેંગ્લોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ સમાચાર સામે આવતા જ મિથુનના ચાહકો પરેશાન થઈ ગયા છે. હોસ્પિટલના બેડ પર પડેલા અભિનેતાની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ વાયરલ તસવીર જોઈને અભિનેતાની તબિયતને લઈને વિવિધ અફવાઓ ઉડવા લાગી છે. મિથુન કિડનીની પથરીથી પીડિત હતો. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ વાયરલ તસવીર હોસ્પિટલની જ છે, જેમાં તેઑ બેભાન અવસ્થામાં બેડ પર પડેલો છે. જો કે, હવે તેમની તબિયત સારી છે અને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેઓ ઘરે આરામ કરી રહ્યા છે.