હૃતિક રોશનની રમતમાં ફસાઈ ગયો સૈફ અલી ખાન, 'વિક્રમ વેધા'ના ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું જોરદાર એક્શન

જ્યારથી રિતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ વિક્રમ વેધાનું પહેલું પોસ્ટર રિલીઝ થયું છે. ત્યારથી ચાહકો આ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

New Update

જ્યારથી રિતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ વિક્રમ વેધાનું પહેલું પોસ્ટર રિલીઝ થયું છે. ત્યારથી ચાહકો આ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે અતુરતાનો અંત આવ્યો છે,કારણ કે મોસ્ટ અવેટેડ ફિલ્મ 'વિક્રમ વેધા'નું ટ્રેલર હવે દર્શકોની સામે આવી ગયું છે અને આ ટ્રેલરમાં 'વેધા'નું પાત્ર ભજવનાર હૃતિક રોશન છે. તેઓ સારું પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે અને બંને વચ્ચે જોરદાર એક્શન જોવા મળી રહી છે.

2 મિનિટ 50 સેકન્ડનું આ ટ્રેલર ખૂબ જ ધમાકેદાર છે. આ ટ્રેલરમાં રિતિક રોશન જબરદસ્ત એક્શન કરતો જોવા મળી રહ્યો છે અને તેણે યુપીની ભાષાને પણ ખૂબ જ સચોટ રીતે પોતાનામાં લાવી છે. વિક્રમ વેધા ના ટ્રેલરમાં, રિતિક રોશન સૈફ અલી ખાનને તેના શબ્દોથી ફસાવીને તેને મૂંઝવણમાં મૂકતો જોવા મળે છે અને તે જ સમયે તેની સાથે મનની રમત રમી રહ્યો છે. ટ્રેલરમાં તેના આવા ઘણા દમદાર ડાયલોગ્સ છે, જે તમને વારંવાર સાંભળવા અને જોવાનું મન થાય છે.

સૈફ અલી ખાનના ટ્રેલરમાં બહુ બધા સંવાદો નથી, પરંતુ સૈફ અલી ખાને પોતાના મજબૂત શરીર, ગંભીર અભિવ્યક્તિ અને વિસ્ફોટક એક્શનથી બધાના દિલ જીતી લીધા છે. આ ટ્રેલરની વચ્ચે રાધિકા આપ્ટે અને સૈફ અલી ખાનનો રોમાંસ પણ બતાવવામાં આવ્યો હતો. આખા ટ્રેલરમાં કહેવામાં આવ્યું છે કે દરેક વસ્તુની બે બાજુ હોય છે અને સત્ય અને અસત્યમાં કોઈ ફરક નથી હોતો. આ ટ્રેલરમાં સત્ય અને અસત્યની ચર્ચા છે.

સૈફ અલી ખાન અને રિતિક રોશન સ્ટારર વિક્રમ વેધા 30 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ પીએસ-1 સાથે સિનેમાઘરોમાં આવશે.

Read the Next Article

'મને મરાઠી નથી આવડતી, હિમ્મત હોય તો મહારાષ્ટ્ર બહાર કાઢી બતાવો..' દિગ્ગજ એક્ટરની ચેલેન્જ

મહારાષ્ટ્રના મીરા રોડ પર એક વેપારીને મરાઠી ભાષા ન બોલવા પર રાજ ઠાકરેના રાજકીય પક્ષ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કાર્યકર્તાઓએ તેની પર હુમલો કર્યો હતો.

New Update
dinesh

ભોજપુરી અભિનેતા અને ગાયક દિનેશ લાલ યાદવ ઉર્ફ નિરહુઆએ ભાષા વિવાદ વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેને સીધો પડકાર ફેંક્યો છે.

તેણે કહ્યું કે ‘મને મરાઠી ભાષા બોલતા આવડતી નથી, હું ભોજપુરી ભાષા બોલું છું. જો હિંમત હોય તો ભોજપુરી બોલવાના કારણે મને મહારાષ્ટ્રની બહાર કાઢી બતાવો.’ 

મહારાષ્ટ્રના મીરા રોડ પર એક વેપારીને મરાઠી ભાષા ન બોલવા પર રાજ ઠાકરેના રાજકીય પક્ષ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કાર્યકર્તાઓએ તેની પર હુમલો કર્યો હતો.

આ મારપીટનો વીડિયો પણ બનાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ મનસેના વડા રાજ ઠાકરેની પણ પ્રતિક્રિયા પણ આપી હતી. રાજ ઠાકરેએ કહ્યું હતું કે, ‘અહીં તો મરાઠી બોલવી જ પડશે.’

આ અંગે નિરહુઆએ કહ્યું છે કે, ‘હું ચેલેન્જ આપું છું કે, હું મરાઠી નથી બોલતો, હું ભોજપુરી બોલું છું, તમારામાં હિમ્મત હોય તો મને મહારાષ્ટ્રની બહાર કાઢી બતાવો.’ 

નિરહુઆએ કહ્યું છે કે, ‘આપણા દેશની સુંદરતા ભાષાઓની વિવિધતામાં છે અને જુદી-જુદી ભાષા બોલનારા લોકો એકબીજા સાથે મિત્રતા નિભાવે છે. તમે આ સુંદરતાને નષ્ટ  કરવા ઈચ્છો છો.’

આ અંગે જવાબ આપતા મનસેના નેતા યશસ્વી કિલેદારે કહ્યું કે, ‘'જો તમારામાં હિંમત હોય તો તે મહારાષ્ટ્રમાં આવો, મનસેના કાર્યકરો તમારા ગાલ પર તમાચો ફટકારશે, ત્યારે તમને ભાન પડશે.’

challenge | CG Entertainment | Maharastra