Connect Gujarat
ગુજરાત

રાજ્યના 78 પીએસઆઇ બન્યા પીઆઇ; DGPએ PSIની બઢતી માટે કર્યો નિર્ણય

ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા વર્ગ-3ના પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-2નું પ્રમોશન આપવામાં આવ્યું છે

રાજ્યના 78 પીએસઆઇ બન્યા પીઆઇ; DGPએ PSIની બઢતી માટે કર્યો નિર્ણય
X

ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા વર્ગ-3ના પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-2નું પ્રમોશન આપવામાં આવ્યું છે. આ અધિકારીઓને તદ્દન હંગામી ધોરણે બઢતી આપવામા આવી છે. આ બઢતીમાં હર્ષદકુમાર આત્મારામ પટેલ નામના એક પીએસઆઇ સામે સ્પે જજ અમદાવાદની કોર્ટમાં એસીબીના કેસમાં છોડી મુકવાનો હુકમ કરાયેલો છે, પરંતુ આ અંગે તેમની સામે સરકારપક્ષે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. જેથી હાઇકોર્ટના ચુકાદાને બંધનકર્તા રહેવાની શરતે તેમની પીઆઇ તરીકે બઢતી કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી હથિયારધારી પીએસઆઇ પોતાની પીઆઇ તરીકેની બઢતીની આશા રાખીને બેઠા હતા. ત્યારે 21 ડિસેમ્બરે ડીજી ઓફિસ દ્વારા બઢતીના આદેશ કરતા પીએસઆઇ આલમમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો રાજ્યમાં અનેક પોલીસ સ્ટેશનમાં પીઆઇની ઘટ હતી ત્યારે રાજ્ય સરકારના આ હુકમથી રાજ્યની સલામતી અને શાંતિ બનાવવામાં મદદ મળશે જે લોકોને પ્રમોશન આપવામાં આવ્યું છે. તેઓ તાત્કાલિક અસરથી ચાર્જ સંભાળે તેવા મૌખિક આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.

Next Story