ગુજરાતના તમામ પાટીદાર સાંસદો દિલ્હીથી સીધા જ ગાંધીનગરપહોંચ્યા, સમાજની મુખ્ય માંગ પર CMને કરશે રજૂઆત

2022નીચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે.તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં રોજ નવા-નવા સમીકરણોસામે આવે છે.

New Update

2022નીચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે.તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં રોજ નવા-નવા સમીકરણોસામે આવે છે.તેમાં પણ પાટીદાર ફેક્ટર પર સૌકોઈની નજર મંડરાયેલી છે. ત્યારે પાટીદારસમાજના આગેવાનો બાદ રાજકીય નેતાઓ પણ એક્શન મોડમાં આવ્યા છે. ભાજપના તમામ પાટીદારસાંસદો ગાંધીનગર પહોંચ્યા છે. જ્યાં તે મુખ્યમંત્રીને મળીને પાટીદાર અનામત આંદોલનસમયે થયેલા કેસ પરત ખેચવા રજૂઆત કરશે. વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા સૌ કોઈપોતાની વૉટબેંક મજબૂત કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપના તમામપાટીદાર સાંસદોએ સમાજ ના મુખ્ય રજૂઆતને સીએમ સુધી પહોંચાડવાનો નિર્ધાર કર્યોછે.સરકાર તાત્કાલિક અનામત આંદોલન સમયના કેસો પાછા ખેંચે તેવી રજૂઆત કરવા ભાજપનાતમામ પાટીદાર સાંસદો દિલ્હીથી સીધા જ ગાંધીનગર પહોંચ્યાં છે. એકસાથે CMને રજૂઆત કરી બાકી રહેલા 140 કેસો પાછા ખેચવા તેમજઅનામત વખતે જીવ ગુમાવેલા પાટીદાર નેતાઓના પરિવારમાંથી કોઈને સરકારી નોકરી આપવારજૂઆત કરશે.