Connect Gujarat
ગુજરાત

LRD બાદ GSRTC કંડકટરની ભરતીમાં ગેરરીતિ થયાનો આક્ષેપ, મામલો ઉચ્ચ અધિકારીઓએ સુધી પહોચ્યો, જાણો આખી વિગત..

LRD બાદ GSRTCની કંડકટરની ભરતી માં ગેરરીતિ થયાનો આક્ષેપ થયો છે. ઉમેદવારોરાણીપ ખાતે GSRTC મધ્યસ્થની કચેરી રજુઆત કરવા પહોચ્યા હતા.

LRD બાદ GSRTC કંડકટરની ભરતીમાં ગેરરીતિ થયાનો આક્ષેપ, મામલો ઉચ્ચ અધિકારીઓએ સુધી પહોચ્યો, જાણો આખી વિગત..
X

LRD બાદ GSRTCની કંડકટરની ભરતી માં ગેરરીતિ થયાનો આક્ષેપ થયો છે. ઉમેદવારોરાણીપ ખાતે GSRTC મધ્યસ્થની કચેરી રજુઆત કરવા પહોચ્યા હતા. ઉમેદવારોનો આક્ષેપ છે કે ભરતીમાં ડીઝીટલ ઓટોમેટીક મશીનથી ઊંચાઈ માપવાના બદલે સ્કેલથી મેન્યુઅલ હાઈટ માપી ગેરરીતિ કરવામાં આવી છે. આ ભરતીમાં ત્રણ વખત ઊંચાઈ માપી 160 સેમીથી વધુ ઊંચાઈ છતાં ઉમેદવારોને નાપાસ કર્યા છે.

600થી વધારે વિદ્યાર્થીઓને અગાઉ પાસ કર્યા બાદ ફરી હાઇટ માપી ફેલ કરવામાં આવ્યા હોવાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે. ઉમેદવારોની માંગ છે કે કંડકટરની ભરતીમાં ફરીથી ડિજિટલ મીટર દ્વારા ઊંચાઈ માપવા આવે અથવા અગાઉ માન્ય કરવામાં આવેલ વેરિફિકેશન માન્ય રાખવામાં આવે જીએસઆરટીસીની 2018ની ભરતીમાં એસટી નિગમે ઊંચાઈનું માપન કરી તેમને પાસ કર્યા હતા. ત્યાર બાદ 2019ની ચાલુ ભરતીમાં નિગમ દ્વારા ડિવિઝન કક્ષાએ તેમને ઉંચાઈ માપનમાં ગેરલાયક ઠેરવ્યા છે. તેમને આ બાબતે અપીલ કરતા નરોડા ખાતે ફરીથી વેરિફિકેશન કરવામાં આવતા પાસ જાહેર કર્યા હતા.

પરંતુ ભાજપના નસવાડીના નેતા જશુ ભીલનો વીડિયો વાઇરલ થયા બાદ તેમને ફરીથી વેરિફિકેશન માટે બોલાવી 600 વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે.આ ભરતીમાં નિગમ દ્વારા ઉમેદવારોનું ત્રણથી ચાર વખત વેરિફિકેશન કરવામાં આવ્યું.જેમાં બે વખત ઉમેદવારોને લાયક ઠેરવીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે જે ખરેખર બોર્ડના અમુક કર્મચારીઓની કાર્યવાહી પર શંકા ઊભી કરે છે. આ અંગે એસ ટી નિગમના લીગલ એડવાઇઝર કે ડી દેસાઈએ જણાવ્યું છે કે ભરતી પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ થઈ નથી. તોલમાપ દ્વારા પ્રામાણિક કરેલ મશીનથી ઉંચાઈ માપવામાં આવે છે. ડીઝીટલ માપણી મશીન તોલમાપ વિભાગ દ્વારા વેરીફાય કરેલ નથી. જે ઉમેદવારોએ રજુઆત કરી છે તે ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવશે અને તપાસ કરવામાં આવશે.

Next Story