Connect Gujarat
ગુજરાત

અમરેલી: વરસાદ પાછો ખેંચાતા જગતનો તાત ચિંતાતુર, ઊભો પાક સુકાય જવાની દહેશત

ચોમાસાની શરૂઆત અમરેલી જિલ્લામાં સારી જોવા મળી હતી અને વરસાદની રમઝટ વચ્ચે ખેડૂતોના પાકો સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા

X

અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં સચરાચાર વરસાદ વરસ્યા બાદ છેલ્લા એક મહિનાથી વરસાદ વિહોણા ખેડૂતોનો ઉભા મગફળી, કપાસનો પાક સુકાવવા લાગ્યો છે જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે

ચોમાસાની શરૂઆત અમરેલી જિલ્લામાં સારી જોવા મળી હતી અને વરસાદની રમઝટ વચ્ચે ખેડૂતોના પાકો સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા પણ હાલ છેલ્લા એક માસથી વરસાદ વિહોણા ખેડૂતોના કપાસ મગફળીનો ઉભો પાક મૂરજાવવા લાગ્યો છે અને જગતનો તાત મૂંઝવણમાં મુકાયો છે અને ઈશ્વરને વરસાદની વિનવણી કરતા હોય તેમ કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે.છેલ્લા એક મહિનાથી વરસાદની કાગડોળે રાહ જોતા ખેડૂતો ખેતી પાક નિષ્ફળ જવાની દેહશત પર આવી ગયા છે અને અમરેલી જિલ્લામાં આવતા ચાર પાંચ દિવસમાં વરસાદ નહીં થાય તો આખા વર્ષની પરસેવાની કમાણી પાણીમાં જવાની ભીતિ ખેડુતોને સતાવી રહી છે ને ખેડૂતો ને ભારે નુકસાન જવાની સંભાવના જોવા મળી રહી છે

Next Story