Connect Gujarat
ગુજરાત

અમરેલી: ગેરકાયદેસર સિંહ દર્શન રોકવા વન વિભાગે બનાવ્યો ખાસ એક્ષન પ્લાન, રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ શરૂ કરાયું

દિવાળીને લઈને ગેરકાયદેસર સિંહદર્શન રોકવા અમરેલી વનતંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

X

દિવાળીને લઈને ગેરકાયદેસર સિંહદર્શન રોકવા અમરેલી વનતંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જીલ્લામાં વસવાટ કરતાં સિંહોને કનડગત ન થાય તે માટે ખાસ પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું છે

ગીર આસપાસના તમામ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થાય છે અને પ્રવાસીઓને સિંહદર્શન માટે અમુક તત્વો લાલચ આપતા હોય છે ત્યારે ગેરકાયદેસર સિંહદર્શનની પ્રવૃતિઓ રોકવા માટે વન વિભાગ દ્વારા ખાસ એક્ષન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.રેવન્યુ વિસ્તારની આસપાસના સિંહોની અવરજવર વાળા વિસ્તારને રેડ એલર્ટ જાહેર કર્યો છે ગીર પૂર્વ, ગીર પશ્ચિમ, શેત્રુંજી,અને બૃહદ ગીરને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.વનવિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ખાસ નાઈટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.જે વિસ્તારોમાં સિંહોની અવરજવર રહે છે તે તમામ વિસ્તારોમાં વનવિભાગ ખાસ પેટ્રોલિંગ કરી અને ગેરકાયદેસર સિંહદર્શન કરતા તત્વો પર નજર રાખશે.

Next Story