Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : વરસાદ પાછો ખેંચાતા ભગવાનને રીઝવવા ભવાનીપુરાકંપાના ગ્રામજનોએ શરૂ કરી અખંડ ધૂન...

સમગ્ર રાજ્યમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ ધમાકેદાર રહ્યો હતો. જોકે, બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ હજુ થયો નથી, જેને લઇને ખેડૂતોની ચિંતા વધી

X

ઉત્તર ગુજરાતમાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. લોકો દ્વારા અવનવી રીતે ભગવાનને રીઝવવા માટેના પ્રયાસો પણ શરૂ થયા છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ભવાનીપુરાકંપાના ગ્રામજનો દ્વારા ભગવાનને રીઝવવા માટે અખંડ ધૂન શરૂ કરવામાં આવી છે.

સમગ્ર રાજ્યમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ ધમાકેદાર રહ્યો હતો. જોકે, બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ હજુ થયો નથી, જેને લઇને ખેડૂતોની ચિંતા વધી છે. અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખેડૂતોનો પાક જીવંત થાય, તે માટે મોડાસા તાલુકામાં ગ્રામજનો દ્વારા અખંડ ધૂન કરી ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મોડાસા તાલુકાના ભવાનીપુરાકંપા ગામે ગ્રામજનોએ 24 કલાક ધૂન શરૂ કરી છે.

ભવાનીપુરાકંપા ગામે શ્રાવણ મહિનાની શરૂઆતથી ગ્રામજનો દ્વારા અખંડ ધૂનની શરૂઆત કરાઈ છે. જેમાં નક્કી કરેલા ગૃપ થોડા સમયાંતરે અખંડ ધૂનમાં જોડાય છે. જેથી તમામ લોકો આ ધૂનનો લાભ લઈ શકે. તો બીજી તરફ, તમામ લોકો પણ અખંડ ધૂનમાં સરળતાથી જોડાઈ શકે તે માટે ગ્રામજનોએ સમયપત્ર બનાવ્યું છે. દિવસ દરમિયાન મહિલાઓ, જ્યારે રાત્રીના સમયે પુરુષો અખંડ ધૂનમાં જોડાઈ જાય છે.

Next Story