બનાસકાંઠા : શિહોરીની ખાનગી હોસ્પિટલના ICU વોર્ડમાં ફાટી નીકળી આગ, સારવાર લઈ રહેલા 3 બાળકો પૈકી 1 બાળકનું મોત
કાંકરેજ તાલુકાના શિહોરીની ખાનગી હોસ્પિટલમાં અચાનક આગ ફાટી નીકળતા ICUમાં સારવાર લઈ રહેલા 3 બાળકો પૈકી એકનું મોત થયું હતું.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરીની ખાનગી હોસ્પિટલમાં અચાનક આગ ફાટી નીકળતા ICUમાં સારવાર લઈ રહેલા 3 બાળકો પૈકી એકનું મોત થયું હતું.
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિહોરીની બાળકોની ખાનગી હોસ્પિટલમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી, ત્યારે હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર લઈ રહેલા 3 બાળકો પૈકી એકનું મોત થયું હતું, જ્યારે 2 બાળકોને સરકારી રેફરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાં તબીબ હાજર ન હોવાથી લોકો તબીબને ઘરે બોલાવવા ગયા હતા, અને ત્યાં લોકો સાથે તબીબે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફ, સરકારી તબીબની મનમાનીના વિરોધમાં લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. જોકે, ખાનગી હોસ્પિટલમાં આગ લાગતા ભારે ભાગદોડ મચી હતી. જેને પગલે આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય બાળકોને સારવાર અર્થે શિહોરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ ICU વોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.