Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ભારતીય જનસંઘના સંસ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઇ

ભરૂચ : ભારતીય જનસંઘના સંસ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઇ
X

ભરૂચ ખાતે પ્રખર રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

મહાત્મા ગાંધીની હત્યા બાદ ઈ.સ. 1948માં આર.એસ.એસ. પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે, આ પ્રતિબંધને ઈ.સ. 1949માં ઉઠાવી લેવામાં આવ્યો હતો. પોતાના પક્ષની વિચારધારાનો વધુ ફેલાવો કરવા આર.એસ.એસ.ના સભ્યોએ રાજનૈતિક શાખા શરૂ કરવાનો વિચાર કર્યો હતો, ત્યારે તેના ફળ સ્વરૂપે ડો. શ્યામા પ્રસાદ મુખર્જીએ ઈ.સ. 1951માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે દિલ્હીમાં ભારતીય જન સંઘની સ્થાપના કરી હતી.


આજે તા. 23મી જુનના રોજ પ્રખર રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીમાં બલિદાન દિવસ અને પુણ્યતિથિ નિમિત્તે ઠેર ઠેર પુષ્પાંજલિના કાર્યક્રમો યોજાયા હતા, ત્યારે સમગ્ર ગુજરાત સહિત ભરૂચ શહેરમાં પણ પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય તથા મોઢેશ્વરી હોલ સહિત શહેરના વિવિધ વોર્ડ તેમજ અંકલેશ્વર શહેરમાં ભાજપના કાર્યકર્તાઓએ ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન પ્રસંગોને યાદ કરી તેઓની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Next Story