અંકલેશ્વરના ઉમરવાડા ગામ નજીકનો બનાવ
નહેરમાં યુવાનો નહાવા ગયા હતા
એક યુવાનનું પાણીમાં ડૂબી જતાં મોત
8 મિત્રો નહેરમાં નહાવા ગયા હતા
પાનોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ પાસેની નહેરમાં નાહવા પડેલ 8 પૈકી એક યુવાન તણાઈ જતા લાપત્તા બન્યો હતો.ફાયર વિભાગે ભારે જહેમત બાદ યુવાનનો મૃતદેહ નહેરમાંથી બહાર કાઢ્યો હતો.
ધગધગતી ગરમીમાં ઠંડક મેળવવા લોકો નદી કે નહેરમાં નાહવા જતા હોય છે ત્યારે આજરોજ અંકલેશ્વરના સારંગપુર સ્થિત મીરા નગરના 8 જેટલા મિત્રો નાહવા માટે અંકલેશ્વરના ઉમરવાડા પાસેથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠા નહેરમાં ગયા હતા.યુવાનો નહેરમાં નાહવા પડ્યા હતા તે સમયે અવધેશકુમાર નામનો યુવાન એકદમ તણાવવા લાગ્યો હતો.જેને પગલે મિત્રોએ બુમરાણ મચાવતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને પરિવાર તેમજ પાનોલી નોટિફાઇડમાં જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ પર પહોંચી નહેરમાં ડૂબી જતાં લાપત્તા બનેલ યુવાનની શોધખોળ હાથ ધરી હતી.ફાયર વિભાગે સતત 5 થી 6 કલાક શોધખોળ કર્યા બાદ યુવાનનો મૃતદેહ નહેરમાંથી જ મળી આવ્યો હતો. યુવાનનું મોત નિપજ્યા પરિવારમાં ગમગીની છવાઈ હતી.બનાવ અંગે પાનોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.