ભાવનગર : કૃષ્ણપરા ગામે ધારાસભ્ય સહિત રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાયો

સણોસરા પાસેના કૃષ્ણપરા ગામે ધારાસભ્ય ભીખા બારૈયા, ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ અને રાજકીય સામાજિક અગ્રણીઓનીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

New Update

ભાવનગર જિલ્લામાં ચોમાસું અત્યારે સક્રિય બન્યું છે તેવાં સમયે સણોસરા પાસેના કૃષ્ણપરા ગામે ધારાસભ્ય ભીખા બારૈયા, ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ અને રાજકીય સામાજિક અગ્રણીઓનીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Advertisment

કૃષ્ણપરાના સરપંચ હરિશંગ ગોહિલ તથા ઉપસરપંચ કાનજી વાઘાણી અને તલાટી મંત્રી જગદીશ ચાવડાના આયોજનથી ગ્રામપંચાયત અને ગ્રામજનોના સંકલનથી ગામમાં વ્યાપક વૃક્ષારોપણ અભિયાન કાર્ય શરૂ કરાયું છે. ઝરમર વરસાદ સાથે સ્થાનિક ગ્રામજનોની જહેમત સાથે ખોડિયાર માતાજી સ્થાનક પર વૃક્ષારોપણ કાર્યક્રમમાં અગ્રણીઓ મુળજી મિયાણી, કુરજી મકવાણા, વિજયસિંહ ચુડાસમા, કેશુ ગોટી સાથે પોલીસ અધિકારી ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત આજુબાજુના ગામના અગ્રણીઓના હસ્તે પણ વૃક્ષોરોપણ કરવામાં આવ્યું હતું.

Advertisment
Latest Stories