સી.એમ.બનતા જ ભુપેન્દ્ર પટેલના સોશ્યલ મીડિયા પર ફોલોઅર્સ વધ્યા, વાંચો કેટલી છે સંખ્યા

New Update

12મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ ના નામની જાહેરાત કરવામાં આવી હતી.જેના બીજા દિવસે એટલે કે 13મી સપ્ટેમ્બરના રોજ તેમણે ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મુખ્યમંત્રી તરીકે નામ જાહેર થયાની સાથે જ સોશિયલ મીડિયા પર તેમના ફોલોઅર્સની સંખ્યા વધવા લાગી હતી. ટ્વીટર અને ફેસબુક બંનેમાં તેમના ફોલોઅર્સની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે.

Advertisment

ટ્વિટર

ટ્વિટર પર એક જ દિવસમાં તેમના ફોલોઅર્સની સંખ્યામાં 20 હજારથી વધારે વધારો થયો છે. સીએમ બનતા જ ભૂપેન્દ્ર પટેલ ટ્વિટર પર ખૂબ સક્રિય થઈ ગયા છે. આજે 15 સપ્ટેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલના ટ્વિટર પર 108.7K હજાર ફોલોઅર્સ છે. જ્યારે તેઓ 461 લોકોને ફોલો કરી રહ્યા છે. જ્યારે 13મી સપ્ટેમ્બરના રોજ ટ્વિટર પર તેમના 82.4K ફોલોઅર્સ હતા. આ દિવસે પણ તેઓ 461 લોકોને ફોલો કરી રહ્યા હતા. એટલે કે તેમના ફોલોઅર્સની સંખ્યામાં 25 હજાર જેટલો વધારો થઈ ગયો છે. સીએમ બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલ પરથી એક પછી એક પોસ્ટ કરી રહ્યા છે. એમનું ટ્વિટર એકાઉન્ટ વેરિફાય છે.


ફેસબુક

આ તરફ ફેસબુકની વાત કરવામાં આવે તો ફેસબુક પર તેઓના તા.12મી સપ્ટેમ્બરના રોજ 14,906 ફોલોઅર્સ હતા જ્યારે આજની તારીખે તેઓના ફેસબુક પર 62,733 ફોલોઅર્સ છે


Advertisment

ઇનસ્ટાગ્રામ

બીજી તરફ ઇનસ્ટાગ્રામની વાત કરીયે તો ઇન્સ્ટાગ્રામમાં તેઓના આજની તારીખે 37 હજારથી વધુ ફોલોઅર્સ છે અને તેઓનું ઇન્સ્ટા એકાઉન્ટ વેરિફાય પણ થયું છે





Advertisment
Latest Stories