Connect Gujarat
ગુજરાત

બોટાદ: કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે સાળંગપુરમાં વિરાટ ભોજનાલયનું કર્યું લોકાર્પણ

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે સાળંગપુરમાં હનુમાન જયંતિ નિમિતે ભવ્ય ભોજનલાયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

X

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે સાળંગપુરમાં હનુમાન જયંતિ નિમિતે ભવ્ય ભોજનલાયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ભોજનાલયમાં એક સાથે 8 હજાર ભકતો પ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં પહોંચ્યા હતા એમની સાથે તેમના પુત્ર જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.અમિત શાહ અને જય શાહે દાદાની મૂર્તિની પૂજા વિધિ કરી હતી. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વિરાટ અને ભવ્ય ભોજનાલયનું લોકાર્પણ કર્યું હતું. આ ભવ્ય ભોજનાલય 7 વિધામાં પથરાયેલું છે. જેમાં એકસાથે 8 હજાર ભક્તો પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરમાં ભક્તોનો પ્રવેશ બંધ કરાયો હતો. હનુમાન જંયતી નિમિતે શ્રી કષ્ભંજન દેવ સાંળગપુર ખાતે મોટી સંખ્યામાં લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું હતુ . મોડીરાત્રેથી જ ભક્તોએ દાદાના દર્શન મેળવવા લાંબી લાઈનો લગાવી હતી,તો બીજી તરફ અહિં દાદાની કિંગ ઓફ સાંળગપુરની મૂર્તીનું ગઈકાલે અનાવરણ થઈ ગયા બાદ આજે વહેલી સવારથી જ અહીં આવતા શ્રદ્ધાળુંઓ તેની એક ઝલક મેળવવા ઉમટી પડ્યા છે. તો આજે દાદાનો 6.50 કરોડના સુવર્ણ વાઘાનો વિશેષ શણગાર કરાયો છે.

Next Story