Connect Gujarat
ગુજરાત

આતંકી હુમલાથી મૃત્યુના કેસમાં વળતર પર ટેક્સ વસુલાય? ગુજરાત હાઇકોર્ટનો વેધક સવાલ

એક તરફ ઇન્કમ ટેક્સ વિભાગ મહાનગરોમાં મોટા માથાના બેહિસાબી વ્યવહારોની પોલ ખોલી રહ્યું છે તો બીજી તરફ ગુજરાત હાઇકોર્ટે આવકવેરા વિભાગને આડે હાથ લીધુ છે.

આતંકી હુમલાથી મૃત્યુના કેસમાં વળતર પર ટેક્સ વસુલાય? ગુજરાત હાઇકોર્ટનો વેધક સવાલ
X

એક તરફ ઇન્કમ ટેક્સ વિભાગ મહાનગરોમાં મોટા માથાના બેહિસાબી વ્યવહારોની પોલ ખોલી રહ્યું છે તો બીજી તરફ ગુજરાત હાઇકોર્ટે આવકવેરા વિભાગને આડે હાથ લીધુ છે. આવકવેરા વિભાગને ગુજરાત હાઇકોર્ટે વેધક સવાલ પૂછ્યા કે શું આંતકવાદી હુમલામાં પીડિતોને વળતર પર ટેક્સ વસુલાય ?ગુજરાત હાઇકોર્ટે આવકવેરા વિભાગને આંતકવાદી હુમલામાં પીડિતોને વળતર પર ટેક્સ વસૂલવા મુદ્દે ટકોર કરી છે. હાઇકોર્ટ સ્પષ્ટ શબ્દોમાં સવાલ કર્યો કે આતંકી હુમલાથી મૃત્યુના કેસમાં વળતર પર ટેક્સ વસુલાય ?સમગ્ર મામલે હાઇકોર્ટે આવકવેરા વિભાગને નોટિસ ફટકારીને જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.

આવકવેરા વિભાગ 14 માર્ચે જવાબ રજૂ કરશે.મહત્વનું છે કે 1986માં બોમ્બેથી ન્યુયોર્ક જતી પેન અમેરિકન વર્લ્ડ એરવેઝ ફ્લાઇટ હાઇજેક થઇ હતી . જેમાં એરહોસ્ટેસ નીરજા ભનોટ સહિત 50 વ્યક્તિઓની આતંકીઓએ હત્યા કરી હતી. ફ્લાઇટ જ્યારે કરાંચી એરપોર્ટ પર લેન્ડ થઇ હતી ત્યારે આતંકવાદીઓ દ્વારા તેને હાઇજેક કરી લેવામાં આવી હતી. એટલું જ નહીં ફ્લાઇટના ક્રૂ અને પેસેન્જર સહિત કુલ ૫૦ નિર્દોષ વ્યક્તિઓની આતંકીઓએ ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હતી. જેમાં અરજકર્તા ની પત્ની તૃપ્તિ દલાલ નામની મહિલાનું પણ મોત થયુ હતું. આ મામલે વીમા કંપનીએ પરિવારની 20 કરોડનું વળતર ચૂકવ્યું હતુ પરંતુ તેમાં પણ આવકવેરા વિભાગે ટેક્સની માગ કરતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે હવે ગુજરાત હાઇકોર્ટ હવે એ મુદ્દાનો ફેંસલો કરશે કે આતંકી હુમલામાં મરનાર વ્યક્તિના સ્વજનને વળતર મળે તો શું ટેક્સ વિભાગ તેને કરપાત્ર આવક ગણીને ટેક્સ વસૂલ કરી શકે કે કેમ?

Next Story