કોવિડ-19 : રાજ્યમાં આજે 30 નવા પોઝિટિવ કેસ નોધાયા,
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 30 પોઝિટિવ કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 42 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 30 પોઝિટિવ કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 42 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.74 ટકા થયો છે.
રાજ્યમાં 30 નવા નોધાયેલ કેસ પૈકી દાહોદમાં 6, અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરતમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરામાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, અમરેલીમાં 1, આણંદમાં 1, ભરૂચમાં 1, ડાંગમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, જુનાગઢમાં 1, મહેસાણામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો છે,
રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 307 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 330 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 325 દર્દીની હાલત સ્થિર છે.
રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 3,22,664 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 3,16,30,281 પર પહોંચ્યો છે. જેમાં 352 હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ, 7531 હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને બીજો ડોઝ, 45 વર્ષથી મોટા 63,271ને પ્રથમ ડોઝ, 45 વર્ષથી મોટા 41415ને બીજો ડોઝ, 18-45 વર્ષના 1,90,903ને પ્રથમ ડોઝ અને 18-45 વર્ષના 17,203ને બીજો ડોઝ અપાયો હતો.
અમદાવાદ કોર્પોરેશન અને ભરૂચમાં 10-10, વડોદરા કોર્પોરેશનમાં 7, સુરત અને અમરેલીમાં 3-3.. વડોદરા-મોરબીમાં 1-1 તથા તાપીમાં 2 તથા ગાંધીનગરમાં 4 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
તાપી : ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ લોકોને પાણી પહોચાડવા માટે ડોસવાડા...
19 May 2022 9:17 AM GMTઅમદાવાદ: કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે આલાપ્યો...
19 May 2022 9:04 AM GMTદિલ્હી મુંબઈ કરતા અમદાવાદમાં પ્રદૂષણ વધારે, AQI 300ને પાર થયો
19 May 2022 8:19 AM GMTછોટાઉદેપુર : સરકારની યોજનાનુ છડેચોક ઉલ્લંઘન, સરકારી પરિસરોની બહાર જ...
19 May 2022 7:38 AM GMTહાર્દિક પટેલ સામે નરેશ પટેલને ઉભા કરશે કોંગ્રેસ પ્રભારી, નરેશ પટેલ...
19 May 2022 7:31 AM GMT