Connect Gujarat
ગુજરાત

ગુજરાતના IAS અધિકારીને ત્યાં IT અને EDના દરોડાની ચર્ચા

ગુજરાતમાં ખૂબ જ ગુપ્ત રીતે કેન્દ્રની ટોપની એજન્સીઓ IAS અને IPS અધિકારી ને ત્યાં દરોડા પાડી રહી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

ગુજરાતના IAS અધિકારીને ત્યાં IT અને EDના દરોડાની ચર્ચા
X

ગુજરાતમાં ખૂબ જ ગુપ્ત રીતે કેન્દ્રની ટોપની એજન્સીઓ IAS અને IPS અધિકારી ને ત્યાં દરોડા પાડી રહી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે ગુજરાતના IAS અધિકારીને ત્યાં IT અથવા EDના દરોડાની વાત વહેતી થઈ છે. જૂના કેસ સંબંધે મોડી રાતથી આ કાર્યવાહી થઈ હોવાની અટકળો છે.હાલ આ દરોડાની વાતો વેગ પકડતા અધિકારી બેડામાં ફફડાટ મચ્યો છે. IAS ઓફિસર ત્યાં કેન્દ્રની એજન્સીએ પાડેલી રેડમાં મોટા પાયે રોકડ રકમ ઝડપાઈ હોવાની ચર્ચા પણ થઈ રહી છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જીએડી માં ફરજ બજાવતા અધિકારીઓને ત્યાં આ દરોડા પડ્યા હોવાની વિગતો મળી રહી છે.

તેમના દિલ્હી, ગુજરાત અને આંધ્રપ્રદેશના તેમના નિવાસ સ્થાને દરોડા પડ્યા હોવાની ચર્ચા છે. સમગ્ર કાર્યવાહી મુદ્દે અધિકારી બેડામાં ગણગણાટ થઈ રહ્યો છે. રાજ્યના ભ્રષ્ટ IAS અને IPS અધિકારીઓ સામે ઇન્કમટેક્સ વિભાગે લાલ આંખ કરી છે. કરોડોની મિલકત ધરાવનાર અધિકારી પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સર્વે પણ થઈ રહ્યો છે જેને આધારે આગળ પણ દરોડાની કાર્યવાહી ચાલુ રહેશે તેવા અણસાર છે. આ દરોડા બંદૂક ના લાયસન્સ જે આપવામાં આવ્યા છે તે નિયમોને કોરાણે મૂકી આપવામાં આવ્યા છે તેને લઈને કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે.

Next Story