Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં નેનો કારનું ઉત્પાદન બંધ થયા બાદ વધુ એક ફટકો

અમેરિકન કાર કંપની ફોર્ડને ભારતમાં યોગ્ય બિઝનેસ ન મળવાથી કંપની પોતાના ઇન્ડિયા ઓપરેશન ધીમે ધીમે ઘટાડી રહી છે

ગુજરાતમાં નેનો કારનું ઉત્પાદન બંધ થયા બાદ વધુ એક ફટકો
X

રાજ્યમાં સાણંદને ઓટોમોબાઇલ સેકટર હબ તરીકે ડેવલોપ કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારને એક મોટો ફટકો પડ્યો છે અમેરિકન કાર કંપની ફોર્ડને ભારતમાં યોગ્ય બિઝનેસ ન મળવાથી કંપની પોતાના ઇન્ડિયા ઓપરેશન ધીમે ધીમે ઘટાડી રહી છે અને કંપનીએ ગુજરાતનાં સાણંદમાં આવેલા તેના પ્લાન્ટમાં કારનું ઉત્પાદન બંધ કરી દીધું છે. આ અંગે કંપનીએ તેના કર્મચારીઓને પણ જાણ કરી છે ફોર્ડ મોટર ઇન્ડિયા ગુજરાતમાં સાણંદ ખાતે 2015 માં પોતાનો પ્લાન્ટ શરૂ કર્યો હતો.કંપની સાણંદમાં માત્ર એન્જિનનું ઉત્પાદન ચાલુ રાખશે અને અહીથી એન્જિનની નિકાસ પણ કરવામાં આવશે.કંપની ભારતમાં આ બીજો પ્લાન્ટ છે.ગુજરાત પ્લાન્ટની 2.20 લાખ કારની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા સામે વર્તમાન ઉત્પાદન 30,000-40,000 કામનું છે, એટલે કે પ્લાન્ટનું યુટીલાઈઝેશન તેની ક્ષમતા ઘણું જ નીચું છે. હાલ આ પ્લાન્ટમાં 3,000થી વધુ લોકો કામ કરી રહ્યા છે.કંપનીને બિઝનેસ ના મળવાથી મોટું આર્થિક નુકશાન પણ થઇ રહ્યું છે . વર્ષ 2018-19માં ભારતમાં તેની કુલ 92,937 ગાડીઓનું વેચાણ થયું હતું.તેની સામે વર્ષ 2020-21માં 41,875 કારનું વેચાણ થયું હતું. હાલમાં તેનો બજાર હિસ્સો 2%થી પણ ઓછો છે આમ હવે કંપની સાણંદ ખાતે કારનું ઉત્પાદન બંધ કરી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ટાટા મોટર્સે પણ અહીં નેનો નું પ્રોડકશન બંધ કર્યું છે

Next Story