Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: ભુપેન્દ્ર પટેલ અને પાટીલની જોડીએ કરી બતાવી કમાલ, ગાંધીનગર મનપામાં સ્પષ્ટ બહુમતી

ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમના શાસનમાં જે નહોતું થઈ શક્યું એ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટિલની જોડીએ કરી બતાવ્યું છે.

X

ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમના શાસનમાં જે નહોતું થઈ શક્યું એ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટિલની જોડીએ કરી બતાવ્યું છે. ભાજપે પહેલી વાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવીને ભાજપે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ઝટકો આપ્યો છે. ભાજપે પહેલી વાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. ભાજપે નેતૃત્વ પરિવર્તન કરીને વિજય રૂપાણીને સ્થાને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા પછી આ પહેલી મોટી ચૂંટણી હતી. જોકે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ માટે પણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી મોટો પડકાર હતો અને આ પડકારને પાટિલ ફરી પહોંચી વળ્યા છે.

વાસ્તવમાં ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટિલ માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જીત બહુ મહત્વની છે કેમ કે ભાજપે પહેલી વાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમના શાસનમાં જે નહોતું થઈ શક્યું એ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટિલની જોડીએ કરી બતાવ્યું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન 2010માં અસ્તિત્વમાં આવી હતી અને 2011ના એપ્રિલમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલી ચૂંટણી યોજાઈ હતી. નરેન્દ્ર મોદી એ વખતે મુખ્યમંત્રી હતા છતાં ભાજપ જીતી શકી નહોતી. કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવીને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કબજે કરી હતી. એ પછી 2016માં યોજાયેલી ચૂંટણી વખતે પણ ભાજપ સ્પષ્ટ બહુમતી નહોટી મેળવી શકી. જોકે આ વખતે ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવી છે.

Next Story