Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: સીએમ ભુપેન્દ્ર પટેલ GADની કામગીરીની કરી સર્વગ્રાહી સમીક્ષા

સીએમની એક પછી એક વિભાગ સાથે બેઠક, GADની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી.

X

રાજ્યના નવા સીએમ ભુપેન્દ્ર પટેલ એક પછી એક વિભાગની બેઠક લઇ રહયા છે. ત્યારે તેમણે સામાન્ય વહીવટ વિભાગ-GAD ની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામાન્ય વહીવટ વિભાગ-GAD ઉચ્ચ સચિવ, અધિકારી સાથે બેઠક યોજીને વિવિધ પ્રભાગની સર્વગ્રાહી કામગીરી સમીક્ષા હાથ ધરી હતી.

મુખ્યમંત્રીએ ખાસ કરીને દસ વર્ષીય ભરતી કેલેન્ડર અને વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ, આયોજન પ્રભાગની કામગીરી અંગે પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી મેળવી હતી. મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રી મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ તથા વરિષ્ઠ સચિવ આ બેઠકમાં સહભાગી થયા હતા.

ભૂપેન્દ્ર પટેલ ગેપ એનાલીસીસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ તથા કર્મચારી ગણ સેવા વ્યવસ્થામાં ટેકનોલોજીનો વિનિયોગ માટેના HRMS, આયોજન પ્રભાગ અંતર્ગત હાથ ધરાતી કામગીરીની પણ તલસ્પર્શી જાણકારી મેળવી હતી.

મુખ્યમંત્રીએ પોતાના હસ્તકના વિભાગની વિસ્તૃત સમીક્ષા હાથ ધરવાના શરૂ કરેલ ઉપક્રમમાં શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ વિભાગની સમીક્ષા બાદ આજે તેમણે સામાન્ય વહીવટ વિભાગની કામગીરી સમીક્ષા હાથ ધરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

Next Story