ગાંધીનગર GMERS મેડિકલ કોલેજના એકસાથે આટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત,જાણો રાજયમાં એક્ટિવ કેસની સ્થિતિ

રાજ્યમાં કોરોનાના કેસ ઘટવાને બદલે ધીરે-ધીરે વધી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં 6603 લોકોને કોરોના ભરડામાં લઈ ચૂક્યો છે.

New Update

રાજ્યમાં કોરોનાના કેસ ઘટવાને બદલે ધીરે-ધીરે વધી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં 6603 લોકોને કોરોના ભરડામાં લઈ ચૂક્યો છે. ત્યારે ફરી ગાંધીનગર GMERS મેડિકલ કોલેજના 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે

ગઈ કાલે ગાંધીનગર શહેરમાં કોરોનાના 45 કેસ નોંધાયા હતા. જેમાંથી 13 કોરોના પોઝિટિવ યુવાનો ગાંધીનગર છે. આ તમામ વિદ્યાર્થીઓ અમદાવાદની કોઇ પાર્ટીમાં ગયા હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી જણાવી રહી છે.ગાંધીનગર મનપા દ્વારા તમામ પોઝિટિવ વિદ્યાર્થીઓની હિસ્ટ્રી તપાસવામાં આવી રહી છે તો પોઝિટિવ આવનાર તમામ વિદ્યાર્થીઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે તો મેડિકલ કોલેજના કેમ્પસમાં સેનેટાઈઝ કરવામાં આવ્યું છે આ વિદ્યાર્થીઓ કોના કોના સંપર્કમાં આવ્યા છે તેની તપાસ પણ કરવામાં આવી રહી છે તો રાજ્યના મોટા મહાનગર અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 252 કેસ, સુરત કોર્પોરેશનમાં 84, વડોદરા કોર્પોરેશનમાં 56, ભાવનગર કોર્પોરેશનમાં 24, જામનગર કોર્પોરેશનમાં 06, ગાંધીનગર કોર્પોરેશનમાં 45 અને રાજકોટ કોર્પોરેશનમાં પણ 05 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા હતા.