Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં આજે કોરોનાના 25 નવા કેસ નોધાયા, કુલ એક્ટિવ કેસનો આંકડો 443 પર પહોચ્યો

ગુજરાતમાં આજે કોરોના વાયરસના નવા 25 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 443 પર પહોંચી ગયો

ગુજરાતમાં આજે કોરોનાના 25 નવા કેસ નોધાયા, કુલ એક્ટિવ કેસનો આંકડો 443 પર પહોચ્યો
X

ગુજરાતમાં આજે કોરોના વાયરસના નવા 25 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 443 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 05 લોકો વેન્ટીલેટર પર છે. 438 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212304 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,939 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી કોઈ પણ દર્દીનું મોત નથી થયું છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 12, વડોદરા કોર્પોરેશનમાં 4, બનાસકાંઠા 1, ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 2, નવસારી 1, વડોદરા 1, આણંદ 1, ભાવનગર કોર્પોરેશન 1 અને મહેસાણામાં 1 કોરોનાનો નવો કેસ નોંધાયો છે.

બીજી તરફ આજે 54 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.07 ટકાએ પહોંચ્યો છે. આજે 2,77,920 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. રિકવરી રેટ 99.07 ટકા છે.

Next Story