જામનગર: સૌરાષ્ટ્રની UNDER-15 મહિલા ક્રિકેટ ટીમમાં જામનગરની 10 મહિલા ક્રિકેટરોની પસંદગી

સૌરાષ્ટ્રની અંડર 15 મહિલા ક્રિકેટ ટીમમાં જામનગરની 10 મહિલા ક્રિકેટ ખેલાડીની પસંદગી કરવામાં આવી છે જે ઈન્દોર ખાતે ક્રિકેટ રમવા માટે જશે.

New Update

ક્રિકેટના કાશીથી ઓળખાતા જામનગર શહેરનું મહિલા ક્રિકેટરોએ ગૌરવ વધાર્યું છે.સૌરાષ્ટ્રની અંડર 15 મહિલા ક્રિકેટ ટીમમાં જામનગરની 10 મહિલા ક્રિકેટ ખેલાડીની પસંદગી કરવામાં આવી છે જે ઈન્દોર ખાતે ક્રિકેટ રમવા માટે જશે.

Advertisment

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સંચાલિત વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ આગામી 27 ડિસેમ્બર 2022થી ઈન્દોર ખાતે યોજવા જઇ રહી છે જેમાં જામનગર ડિસ્ટ્રીકટની 10 મહિલા ક્રિકેટ ખેલાડીઓની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં પસંદગી થઈ છે.મહિલા ક્રિકેટ ટિમ માટે આ પ્રથમ વખત ઘટના બની છે જામનગરવાસીઓ માટે ગૌરવની વાત છે જે જામનગરની 10 મહિલાને એકસાથે સ્થાન મળ્યું હોય જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના હોદેદારો અને દરેક સભ્યોએ તમામ મહિલા ક્રિકેટ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા તેમજ યુવકોની માફક મહિલા ક્રિકેટરોએ પણ વિશ્વકક્ષાએ જામનગરનું ગૌરવ વધાર્યું છે.આ ટીમમાં જામનગર ડિસ્ટ્રીકટના રાબિયા શમા, જીયા ઉધાસ, ચિત્રાંશી વાઘેલા, અંશિકા જાંગિડ, હર્ષિતાબા જાડેજા, માનસી ગોહિલ, વિરલી પરેજિયા, સ્મૃતિ જેના, જાણવી કંડોરીયા અને રૂહી સોલંકીની પસંદગી થઈ છે  

Advertisment