Connect Gujarat
ગુજરાત

કચ્છ : વર્ષ 2050 સુધીમાં વસ્તીની ગણતરીએ વ્યક્તિ દીઠ દીઠ 100 લિટર પાણી આપવાની નેમ...

કચ્છ જિલ્લાને છેલ્લાં 2 વર્ષમાં પીવાના પાણીની વ્યવસ્થા માટે રૂપિયા 1350 કરોડની જંગી ધનરાશિની ભેટ મળી છે. `

કચ્છ : વર્ષ 2050 સુધીમાં વસ્તીની ગણતરીએ વ્યક્તિ દીઠ દીઠ 100 લિટર પાણી આપવાની નેમ...
X

કચ્છ જિલ્લામાં પાણી માટેની વ્યવસ્થા સુચારુરૂપે બહાલ રાખવા સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષમાં રૂ. 1350 કરોડની જંગી રકમ ફાળવવામાં આવી છે, ત્યારે હાલ જિલ્લાની 25 લાખની વસ્તીને ધ્યાને લઇ પ્રત્યેક વ્યકિતને આગામી 2050 સુધી દૈનિક 100 લિટર પાણી નળ વાટે ઘરમાં મળી શકે તેવું આયોજન પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે સંભવત: રાજ્યમાં પ્રથમ એવો જિલ્લો છે જેમાં હયાત પાણીની લાઇનોની સુધારણા કરીને ભવિષ્યનું નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે.

કચ્છ જિલ્લાને છેલ્લાં 2 વર્ષમાં પીવાના પાણીની વ્યવસ્થા માટે રૂપિયા 1350 કરોડની જંગી ધનરાશિની ભેટ મળી છે. `નલ સે જલ' યોજના અંતર્ગત 2022 સુધીમાં ગુજરાત રાજ્યમાં દરેક ઘરે નળ જોડાણ આપવા ગુજરાત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવતા કચ્છ જિલ્લામાં આ માટેની કાર્યવાહી અગ્રતાના ધોરણે હાથ ધરવામાં આવી હતી. પ્રત્યેક વ્યક્તિ, ઢોર, ઔદ્યોગિક તેમજ અન્ય સંસ્થાઓની જરૂરિયાત સાથે ગણતરી કરવામાં આવે તો કુલ 475 એમએલડીની દૈનિક પાણીની જરૂરિયાત છે. જે પરિપૂર્ણ કરવા માટે માળિયા ખાતેથી નર્મદાનું પાણી તેમજ ટપ્પર ડેમ, સુવઈ ડેમ અને ફતેહગઢ ડેમ કે, જે નર્મદા કેનાલ સાથે જોડાયેલા હોય તેના દ્વારા સમગ્ર જિલ્લાની જરૂરિયાતનું 475 એમએલડી પાણી ઉપલબ્ધ છે. બલ્ક લાઇન દ્વારા જુદા જુદા હેડવર્ક્સ પર પાણી આપવા માટેની વહન ક્ષમતા પણ પર્યાપ્ત છે તેવું પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઇજનેરે જણાવ્યું હતું, ત્યારે આવનારા દિવસોમાં માનવ અને પશુઓની સંખ્યા વધવાની છે. એ રીતે જરૂરિયાતને ધ્યાને લઇ પાઇપલાઇન મોટી કરી પાણીની વહન સંગ્રહશક્તિ ગમે ત્યારે વધારી શકાય એ રીતે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Next Story