Connect Gujarat
ગુજરાત

નવસારી : કુકેરી ગામેથી ખુંખાર દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ..

ચીખલી તાલુકાના કુકેરી ગામે શિકારની લાલચમાં છેલ્લા ઘણા દિવસોથી ખુંખાર દીપડાના આંટાફેરા વધી ગયા હતા

નવસારી : કુકેરી ગામેથી ખુંખાર દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ..
X

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ગામેથી ખુંખાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો, ત્યારે દીપડાને જંગલ વિસ્તારમાં મુક્ત કરવા વન વિભાગે તજવીજ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, ચીખલી તાલુકાના કુકેરી ગામે શિકારની લાલચમાં છેલ્લા ઘણા દિવસોથી ખુંખાર દીપડાના આંટાફેરા વધી ગયા હતા. જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, વન વિભાગે દીપડાને ઝડપી લેવા ગામની સીમમાં પાંજરું ગોઠવ્યું હતું,

ત્યારે આખરે 3 વર્ષનો ખુંખાર દીપડો પાંજરે પુરાય ગયો હતો. દીપડો પાંજરે પુરાયો હોવાની વાત વાયુ વેગે પ્રસરતા લોકો દીપડાને જોવા ઉમટી પડ્યા હતા. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. બનાવની જાણ થતાં જ ચીખલી વન વિભાગના અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ દીપડાનો કબ્જો મેળવી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી.

Next Story