Connect Gujarat
ગુજરાત

નવસારી : માત્ર રૂ. 4 હજારમાં ધો-10, 12 અને ITIના ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવતી ટોળકી ઝડપાય…

ગણદેવી તાલુકામાં માત્ર 4 હજાર રૂપિયામાં ધોરણ 10, 12, ITI અને લિવિંગ સર્ટી બનાવી આપતી ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે.

X

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં માત્ર 4 હજાર રૂપિયામાં ધોરણ 10, 12, ITI અને લિવિંગ સર્ટી બનાવી આપતી ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે.

શિક્ષણ એ દેશના વિકાસનો પાયો છે, દેશ અને દુનિયામાં શિક્ષણ સૌથી મોંઘુ અને સામાજિક મોભાનું પરિબળ છે. શિક્ષણ માટે લોકો પોતાના જીવનની અમૂલ્ય મૂડી ખર્ચી નાખે છે. પરંતુ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં માત્ર 4 હજાર રૂપિયામાં ધોરણ 10, 12, ITI અને લિવિંગ સર્ટી બનાવી આપતી ટોળકી પોલીસના હાથે ઝડપાય છે. વાત છે ગણદેવી તાલુકાના અમલસાડ ગામમાં આવેલા લીલાવતી નગરની કે, જ્યાં પોલીસને બાટની મળી હતી કે, લીલાવતી નગરમાં એક ઘરમાં બોગસ માર્કશીટ ડોક્યુમેન્ટ, એક્સપિરિયન્સ લેટરની સાથે સાથે જ ITIની માર્કશીટ બોગસ રીતે બનાવી આપવામાં આવે છે, જેના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલીને સમગ્ર હકીકત જાણી રેડ કરી બોગસ ડિગ્રી છાપતાં 2 શખ્સોની ધરપકડ કરી છે. સમગ્ર મામલાને લઈને પોલીસે પકડાયેલા આરોપીઓના ઘરમાં શોધખોળ કરતા પોલીસને બોગસ ગુજરાત યુનિવર્સીટીની માર્કશીટની સાથે ગણદેવી તાલુકામાં આવેલી નામાંકિત શાળાઓના લિવિંગ સર્ટિફિકેટ મળી આવ્યા હતા. પકડાયેલા આરોપીમાંથી એક શખ્સે નવસારીમાં એક ઇન્સ્ટિટ્યૂટમાંથી ફોટોશોપનો કોર્સ કર્યો હતો. આરોપી મુકેશ પટેલ ફોટોશોપમાં માર્કશીટ એડિટ કરીને લોકોને આપતો હતો, જ્યારે સુરજીતસિંગ નામનો ઈસમ આવા ગ્રાહકો શોધી તેમની પાસેથી મોટી રકમ વસૂલ કરતો હતો. જોકે, ગણદેવી તાલુકામાં બોગસ ડોક્યુમેન્ટ બનાવવાનું કામ છેલ્લા 6 મહિનાથી ચાલતું હતું. જેમાં ઘણા લોકોએ બોગસ માર્કસીટો અને બોગસ લેટરો બનાવ્યા છે. જે મામલે પોલીસે વધુ તપાસ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story