PM મોદી ફરી વાર ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તારીખ 17-18 જૂન એમ બે દિવસે PM મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે 18 જૂનના રોજ પીએમ મોદીના માતા હીરાબાને 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. ત્યારે માતા હીરાબાના જન્મદિન નિમિત્તે PM મોદી માતા હીરા બાના આશીર્વાદ લેવા જશે.
તારીખ 17 જૂનના રોજ PM મોદી રાત્રે અમદાવાદ પહોંચશે. રાત્રે 8 વાગ્યે ગાંધીનગર રાજભવન પહોંચશે. બાદમાં 18 જૂનના રોજ સવારે પીએમ મોદી પાવાગઢ જશે. સવારના 9 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી પાવાગઢ મંદિરે દર્શન કરશે. વડાપ્રધાન મોદી 18 જૂને માતા હીરાબાને સવારે તેમના ગાંધીનગર નિવાસસ્થાને મળી શકે છે. હીરાબાના 100 માં જન્મ દિવસે વડનગર હાટકેશ્વર મંદિર માં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુંદરકાંડના પાઠ થી લઈને શિવ આરાધના કરવામાં આવશે. વડાપ્રધાન 18