દિલ્હી મુંબઈ કરતા અમદાવાદમાં પ્રદૂષણ વધારે, AQI 300ને પાર થયો
અમદાવાદ શહેરની હવા કેટલી શુદ્ધ છે તે જાણવા માટે એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે.

અમદાવાદ શહેરની હવા કેટલી શુદ્ધ છે તે જાણવા માટે એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. જેથી હવામાં કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન થ્રી નાઇટ્રોજન ડાયોક્સાઇડ-ટુનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય. જેના પરથી એર ક્વોલિટી ઇન્ડેક્ષ નક્કી કરવામાં આવે છે. AQI એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્ષ જો 0થી 100 સુધી હોય તો શહેરની હવામાં શુદ્ધ છે તેવું માની શકાય. પરંતુ AQI જો 100થી ઉપર જાય તો હવામાં પ્રદૂષણનું પ્રમાણ થોડું વધારે છે તેવું કહી શકાય. AQI જો 200થી વધારે નોંધાય તો એવું માની શકાય કે હવામાં વધારે પ્રમાણમાં પ્રદૂષણ છે.તાજેતરમાં અમદાવાદ AQI 300ને પાર થયો છે. એનો સીધો મતલબ એવો થયો કે હવા પ્રદૂષણ મામલે અમદાવાદ શહેરે મુંબઈ અને નવી દિલ્હીને પણ પાછળ મૂકી દીધા છે.
રિપોર્ટ પ્રમાણે અમદાવાદ શહેરની હવા ખૂબ જ પ્રદૂષિત બની છે. કારણ કે અમદાવાદ શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ 316 પર પહોંચ્યો છે. એટલે કે દિલ્હી અને મુંબઈ કરતા પણ અમદાવાદમાં હવા વધુ પ્રદૂષિત છે. અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે. બોપલ અને રાયખડમાં AQI 308 છે. અમદાવાદ એરપોર્ટ વિસ્તાર AQI 301 છે.ઉપરની વાત પરથી એવં સાબિત થાય છે કે અમદાવાદ શહેરમાં હવા ઝેરી બની રહી છે. હવા પ્રદૂષિત હોવાના કારણે દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી વધુ પડી શકે છે. અસ્થામાં દર્દીઓ અને શ્વાસની તકલીફ વાળા દર્દીઓ માટે આ હવા વધુ જોખમી બની શકે છે. હાલ હવાનું પ્રદૂષણ આ સ્તરે પહોંચ્યું હોવાથી લોકો માસ્ક પહેરવું જોઈએ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આ મોનીટરીંગ સિસ્ટમ કાર્યરત છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT