સાબરકાંઠા : પત્ની સાથે મનમેળ ન રહેતા યુવકે કુવામાં ઝંપલાવી આપઘાત કર્યો
BY Connect Gujarat30 Jun 2021 6:16 AM GMT

X
Connect Gujarat30 Jun 2021 6:16 AM GMT
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કોદરેલી ગામના યુવકે કુવામાં ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, વડાલી તાલુકાના કોદરેલી ગામના 35 વર્ષીય યુવક જગદીશ ઠાકરડાને છેલ્લા ઘણા સમયથી પત્ની સાથે મનમેળ ન હતો, ત્યારે જગદીશને લાગી આવતાં ગત મંગળવારે ગામતળમાં આવેલ કુવામાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બનાવના પગલે ગામમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જે બાદ વડાલી પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે યુવકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. યુવકના મોતના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સમગ્ર મામલે વડાલી પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ સાથે કાર્યવાહી હાથ ધરી છે.
Next Story
રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMT
પોલીસની "પરેડ" : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ-અંકલેશ્વરમાં યોજાય...
12 Aug 2022 11:35 AM GMTભરૂચ: જિલ્લા કક્ષાનો વન મહોત્સવ નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની...
12 Aug 2022 11:19 AM GMTઅમદાવાદ:એલિસબ્રિજ વિધાનસભામાં યુવા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન,...
12 Aug 2022 9:52 AM GMTઅમદાવાદ: વાસણા બેરેજમાંથી છોડાશે વિપુલ પ્રમાણમાં પાણી,12 ગામોમાં...
12 Aug 2022 8:00 AM GMTભરૂચ: જંબુસર તલાટીમંડળ દ્વારા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ધારાસભ્યને...
12 Aug 2022 7:52 AM GMT