Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ફિલ્મી ઢબે પીછો કરી ઇડર પોલીસે 2 સ્ટંટ બાજોને ઝડપી પાડ્યા

સાબરકાંઠા : ફિલ્મી ઢબે પીછો કરી ઇડર પોલીસે 2 સ્ટંટ બાજોને ઝડપી પાડ્યા
X

સાબરકાંઠા જિલ્લાની ઈડર શહેર પોલીસે ફિલ્મી ઢબે એક બાઈક સાથે 2 સ્ટંટ બાજોને ઝડપી પાડી બન્ને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છેલ્લા કેટલાક સમયથી યુવાનો સહિત યુવતીઓના બાઇક પર જોખમ ભર્યા સ્ટંટ કરતાં હોવાના ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, ત્યારે રાજ્યની પોલીસ સતર્ક બની આવા સ્ટંટ બાજો પર લાલ આંખ કરી છે. જેમાં કેટલાક બાઇક સ્ટંટ બાજોને ઝડપી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

સાબરકાંઠા જિલ્લાની ઈડર શહેરના વિજયનગર તરફથી ઈડર આવતા સ્પોટૅ બાઈક લઈને હાઈ-વે રોડ ઉપર આમ તેમ બાઈક ચલાવી સ્ટંટ બાજી કરતા 2 સ્ટંટ બાજો પોલીસના હાથે ઝડપાયા હતા. ઈડર પોલીસ મથકના પી.એસ.આઈ. વાય.એન.પટેલે ફિલ્મી ઢબે પીછો કરી સ્ટંટ બાજોને બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

Next Story
Share it