સાબરકાંઠા : તલોદમાં બે સંતાનોની માતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, બાળકો થયા માતા વિહોણા

તલોદમાં બે સંતાનોની માતાએ ફાંસો ખાઇને જીવનલીલા સંકેલી લીધી છે. સંતાનમાં બે દીકરીઓ ધરાવતી માતાના અકાળે અવસાનથી અરેરાટી પ્રસરી ગઈ છે.

New Update

તલોદમાં બે સંતાનોની માતાએ ફાંસો ખાઇને જીવનલીલા સંકેલી લીધી છે. સંતાનમાં બે દીકરીઓ ધરાવતી માતાના અકાળે અવસાનથી અરેરાટી પ્રસરી ગઈ છે. 

સાબરકાંઠા જિલ્લાના તલોદમાં સંતાનોની માતાએ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે.જનેતાએ આપઘાત કરી લેતા બે દીકરીઓ માતૃ છાયા ગુમાવી છે. મહિલાના આપઘાત અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ ઘટના આવી પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતક મહિલાની મૃતદેહને પી એમ માટે મોકલી આપી હતી. મહિલાના રહસ્યમય સંજોગોમાં મોતનો ભેદ ઉકેલવા પોલીસે પ્રયાસ હાથ ધર્યા છે.