સુરેન્દ્રનગર : ચોટીલા નજીક અકસ્માત સર્જાતા ટેન્કરમાં ભયાવહ આગ, ચાલક સળગીને ભડથું થયો...

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા લીંબડી હાઇવે પર આગળ જતા કોઇ અજાણ્યા વાહન સાથે ટેન્કર અથડાતા કેબીનમાં આગ લાગતા ફસાયેલા ડ્રાઇવર સળગીને ભડથુ થઇ જતા કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું.

New Update

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા લીંબડી હાઇવે પર આગળ જતા કોઇ અજાણ્યા વાહન સાથે ટેન્કર અથડાતા કેબીનમાં આગ લાગતા ફસાયેલા ડ્રાઇવર સળગીને ભડથુ થઇ જતા કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું.

Advertisment

મળતી માહિતી અનુસાર, ચોટીલાથી એકાદ કિ.મી. આગળ લીંબડી હાઇવે ઉપર રાત્રીના 10 વાગ્યાના અરસામાં ખાદ્ય તેલ ભરી જતું ટેન્કર આગળ જઇ રહેલા કોઇ વાહનના પાછળના ભાગે ધડાકાભેર અથડાતા કેબીનમાં આગ ભભુકી ઉઠી હતી, ત્યારે સળગતી હાલતમાં ટ્રક નજીકની હોટલના ગ્રાઉન્ડમાં ઉતારી લીધી હતી. ત્યાં સુધીમાં આગની જવાળાઓએ તેને લપેટી લેતા ચાલક સળગીને ભડથું થઇ જતાં સીટ ઉપર જ તેનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. જોકે, તેની સાથેનો અન્ય વ્યક્તિ કાચ તોડીને બહાર કુદી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. ટેન્કર સળગ્યાની જાણ થતા જ ચોટીલા પાલિકાના ફાયર ફાઇટર સહિતનો સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી ટેન્કરની કેબીનની આગને ઠારી આગળ વધતી અટકાવી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.


Advertisment