Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: થાનના ખાખરાળી ગામમાં આરોગ્ય વિભાગના મકાનના અભાવે સગર્ભાઓ-બાળકોને ખુલ્લામાં રસી આપવી પડી

સુરેન્દ્રનગર: થાનના ખાખરાળી ગામમાં આરોગ્ય વિભાગના મકાનના અભાવે સગર્ભાઓ-બાળકોને ખુલ્લામાં રસી આપવી પડી
X

સુરેન્દ્રનગર થાનગઢ તાલુકાના ખાખરાળી ગામમાં મકાનના અભાવે સગર્ભા અને બાળકોને ખુલ્લામાં ઝાડ નીચે રસી આપવી પડી હતી. આરોગ્ય વિભાગને આંગણવાડીના મકાનમાં જગ્યા અપાઈ હતી, પરંતુ આંગણવાડીના નવા આવેલા મહિલા સુપરવાઇઝરે જગ્યા ખાલી કરવાની જીદ પકડતાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને ઝાડ નીચે રસી આપવી પડી હતી.ગામમાં આરોગ્ય ખાતાનું કામ ઘણા સમયથી આંગણવાડીના મકાનમાં ચાલતું હતું. આંગણવાડીના સુપરવાઇઝરે આરોગ્ય વિભાગને મકાન ખાલી કરવાનો હુકમ કર્યો હતો. આથી આરોગ્ય ખાતાના સ્ટાફે ખુલ્લી જગ્યામાં લીંબડાના ઝાડ નીચે સગર્ભાઓ અને બાળકોને રસી આપવાનું કામ કરવું પડ્યું હતું.આ અંગે તાલુકા ઑફિસર સુનિલકુમાર ઉપાધ્યાયે જણાવ્યું કે અમે ગામના સરપંચ સાથે વાત કરીશું. આ અંગે ગામના સરપંચ દેવજીભાઈ સેટાણિયાએ જણાવ્યું કે અમે આરોગ્ય ખાતાને ગામના હિત માટે 12 મહિના પહેલાં તાત્કાલીક જમીન આપી હતી. હવે આરોગ્ય ખાતાએ બાંધકામ કરાવવાનું રહે છે.

Next Story