સુરેન્દ્રનગર : પોલીસની સરાહનીય કામગીરી, રખડતી-ભટકતી હાલતમાં ફરતી યુવતીને સેવાભાવી સંસ્થામાં મોકલાઈ
BY Connect Gujarat18 Aug 2021 6:22 AM GMT

X
Connect Gujarat18 Aug 2021 6:22 AM GMT
લીંબડી-રાજકોટ હાઈવે પર વડોદ ગામ નજીક રખડતી-ભટકતી હાલતમાં ફરતી યુવતીને પૂરતા કપડાં પહેરાવી સેવાભાવી સંસ્થામાં મોકલી સુરેન્દ્રનગર પોલીસે સરાહનીય કામગીરી સાથે માનવતાની મહેંક પ્રસરાવી છે.
ખાખી વર્દીનું નામ પડતાની સાથે ભલભલા ખેરખાંના પગ ધ્રુજવા લાગે છે, ત્યારે ક્યારેક પોલીસનું પોઝિટિવ પાસુ પણ લોકો સમક્ષ આવતા લોકો આશ્ચર્યમાં ગરકાવ થઇ જાય છે. આવી જ એક ઘટના લીંબડી-રાજકોટ હાઇવે ઉપર જોવા મળી હતી. જેમાં વડોદ ગામ નજીક હાઇવે ઉપર એક યુવતી અર્ધનગ્ન હાલતમાં ફરતી હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું હતું. જેથી મહિલા પોલીસની મદદથી આ યુવતીને પૂરતા કપડા પહેરાવી લીંબડીની આર.આર. હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપ કરાવીને બગોદરાની સેવાભાવી સંસ્થામાં મોકલી આપવામાં આવી છે.
Next Story