Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: વરછરાજ બેટમાં ઘૂંટણસમા પાણીમાં 33 લોકોનું વેકસીનેશન

સુરેન્દ્રનગર: વરછરાજ બેટમાં ઘૂંટણસમા પાણીમાં 33 લોકોનું વેકસીનેશન
X

હાલમાં ભારે વરસાદની સાથે રૂપેણ, બનાશ અને સરસ્વતિ નદીનું પાણી રણમાં ઠલવાતા હાલ રણ મીની સમુદ્રમાં ફેરવાયેલું છે. ત્યારે પાટડી પ્રાંત કલેક્ટર અને મામલતદારના અથાગ પ્રયત્નથી રણમાં ચિક્કાર પાણી વચ્ચે કોરોના વેક્સિનેશનની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં ઝીંઝુવાડા રણમાં વચ્છરાજબેટમાં ઘૂંટણસમા પાણીમાં 33 લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતુ.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 4 કરોડને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ મળી ગયો છે. જ્યારે રાજ્યમાં 45+ વસ્તીમાં 88%ને અને 18-44 વયના 72% વસ્તીને પહેલો ડોઝ અપાઇ ચૂક્યો છે. અને રાજ્યમાં કુલ રસીકરણ 5.68 કરોડને પાર કરી ગયું છે અને હજી 93 લાખ લોકોને કોરોના વેક્સિનનો એક પણ ડોઝ લાગ્યો નથી.

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ કોરોના વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જ્યારે હાલમાં ભારે વરસાદની સાથે રૂપેણ, બનાશ અને સરસ્વતિ નદીનું પાણી રણમાં ઠલવાતા હાલ રણ મીની સમુદ્રમાં ફેરવાયેલું છે. ત્યારે ઝીંઝુવાડાથી 23 કિ.મી.દૂર આવેલા વેરાન રણમાં આવેલી વાછડાદાદાની જગ્યામાં રહેતા લોકોના વેક્સીનેશનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પાટડી પ્રાંત કલેક્ટર રૂતુરાજસિંહ જાદવ અને મામલતદાર કે.એસ.પટેલ અને બ્લોક હેલ્થ ઓફિસર ડો.રાજકુમાર રમણના અથાગ પ્રયત્નો બાદ આરોગ્ય વિભાગની ટીમેં ઝીંઝુવાડા રણમાં ઘૂંડણસમા પાણીમાં જઇને કુલ 33 લોકોને કોરોના વેક્સિનેશનનો ડોઝ આપી માનવતાની મહેંક પ્રસરાવવાનું કામ કર્યું હોવાનું વાછડાદાદાના ટ્રસ્ટી વિજુભા ઝાલાએ જણાવ્યું હતુ.

Next Story