Connect Gujarat
ગુજરાત

તાપી : LRDની ટ્રેનિંગમાં આવેલ ઉમેદવારનું શંકાસ્પદ મોત, પોલીસ થઈ દોડતી...

આગામી દિવસોમાં યોજાનાર પોલીસ ભરતી અંગે તાપી જિલ્લાના ઉમેદવારો પણ આ ભરતીમાં સારો દેખાવ કરે તે ઉદ્દેશ્યથી વ્યારા સ્થિત પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું

X

આગામી દિવસોમાં યોજાનાર પોલીસ ભરતી અંગે તાપી જિલ્લાના ઉમેદવારો પણ આ ભરતીમાં સારો દેખાવ કરે તે ઉદ્દેશ્યથી વ્યારા સ્થિત પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું, ત્યારે કેમ્પ દરમ્યાન હાજર એક ઉમેદવારનું મોત નિપજતા જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

તાપી જિલ્લાના વ્યારા સ્થિત પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે પોલીસ વિભાગ દ્વારા પોલીસ ભરતી અંગેના માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ કેમ્પમાં આવેલ એક ઉમેદવારનું શંકાસ્પદ રીતે મોત નિપજતા પોલીસ દોડતી થઈ હતી. મૂળ સોનગઢના ડોસવાડા ગામે રહેતા મેહુલ ગામીત નામનો યુવક, જે હાલ સોનગઢ ખાતે જીઆરડીમાં ફરજ બજાવતો હતો. મેહુલ ગામીત વ્યારા સ્થિત પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે LRDની ટ્રેનિંગ માટે આવ્યો હતો. તે દરમ્યાન આ ઘટના બની હતી. મેહુલ ગામીતના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, બનાવના પગલે પોલીસના ઉચ્ચઅધિકારીઓ પણ વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, ત્યારે હાલ તો મેહુલ ગામીતના મોતનું કારણ જાણી શકાયું નથી. જે પીએમ રિપોર્ટ બાદ બહાર આવશે તેમ તાપી ડીવાયએસપીએ જણાવ્યુ હતું.

Next Story